આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉના ગીરગઢડા પોલીસે બાબરીયા ચેક પોસ્ટ આગળ કારમાં છુપાવી લઇ જવાતી ઈંગ્લીશ દા ની ૧૪૪ બોટલો રૂપિયા ૧.૫૭ લાખના મુદામાલ સાથે એકને પકડી પાડયો હતો, જયારે બે શખસો નાસી છૂટયા હતાં .. ગીરગઢડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દિલીપસિંહ વાઢેળ અને હિતેશભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાબરીયા ચેક પોસ્ટ આગળ ઊના તરફથી આવતી અલ્ટો કાર નંબર જીજે–૦૫–સીપી–૯૨૩૧ને રોકાવતા કારમાં સવાર બે શખસો દૂરથી જ પોલીસને જોઇ નાસી છૂટયા હતાં. જયારે કારમાં સવાર પિયુષ શંભુભાઈ દગીયા (રહે. જામવાળા તા.ગીરગઢડા)ને ઝડપી લઇ કારની તલાશી લેતાં પ્લાસ્ટિકના બાચકામાં રાખેલ જુદી જુદી બ્રાન્ડ ની ઈંગ્લિશ દાની બોટલો નગં ૧૪૪ કિ.રૂા.૧,૦૪,૪૦૦ની મળી આવતા દારૂ તેમજ કાર મળી કુલ પિયા ૧,૫૭,૪૦૦નો મુદામાલ કબજે કર્યેા હતો. શખસની પુછપરછમાં નાસી જનાર જયેશ તુલસીભાઈ હેમાણી (રહે. જુનાગઢ), શંભુ જુગાભાઈ દગીયા (રહે. જામવાળા, તા. ગીરગઢડા) હોવાનું જણાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી નાસી ગયેલા બન્નેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech