BREAKING NEWS

આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • October 03, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમ માટે ૧૦ ઓક્ટોબર સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે

રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ નાગરિકોના સ્થાનિક પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક નિવારણ થાય તે હેતુથી દર મહિને તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત ઓક્ટોબર-૨૦૨૬ માસનો જામનગર (શહેર) તાલુકાનો 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' તા. ૨૧/૧૦/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી પ્રાંત અધિકારી, જામનગર (શહેર)ના મીટિંગ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમ માટે અરજદારોએ તા. ૧૦/૧૦/૨૦૨૬ સુધીમાં 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ને પૂરતા પુરાવા સાથે અરજીઓ મોકલી આપવાની રહેશે. આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ અને તે સંબંધિત જવાબદાર અધિકારીને અગાઉ લેખિતમાં રજૂ કરેલ હોવા છતાં અનિર્ણિત હોવો જરૂરી છે તેમજ માત્ર તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા વિષયો અંગેની જ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે. આ ઉપરાંત અરજદારે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાના જ પ્રશ્નની આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની સામૂહિક રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં પરંતુ અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, જેથી જામનગર (શહેર) તાલુકાના તમામ નાગરિકોને પોતાના પડતર પ્રશ્નોના નિકાલ માટે આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application