આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ખંભાળિયા: ખજુરીયા વાડી વિસ્તારમાં જુગાર રમતા ૬ ખેલંદા ઝબ્બેસ્થાનીક પોલીસના દરોડામાં ૨૦ હજારની રોકડ અને ગંજીપતા કબ્જે ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.સી.આર.રાણા તથા ઇન્ચા પો. ઇન્સ. એન.એચ. જોષી દ્વારા બીટ/ઓપી ઇન્ચાર્જને તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહીબીશન તથા જુગાર અનુસંધાને ખંભાળીયા પો.સ્ટે. વિસ્તાર ગણના પાત્ર કેશો શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્વલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા તથા પો. હેડ કોન્સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર નાઓને સયુંકતમાં મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના ખજુરીયા ગામની વાડી વિસ્તારમા આવેલ રામભાઇ પીઠાભાઇ ચંદ્રાવડીયાની વાડી બાજુમાં જાહેરમાં જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા કુલ-૦૬ આરોપીઓને ગંજી પતાના પાના કુલ નંગ-પર કિ.રૂા.૦૦/૦૦ ગણી કુલ રોકડા ૨૦,૩૩૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.જુગાર રમતા આરોપીઓમાં રામભાઇ પીઠાભાઇ ચંદ્રાવડીયા ઉવ.૩૯ રહે.ખજુરીયા ગામ, ફેભાભાઇ ધનાભાઇ ચંદ્રાવડીયા ઉવ.૪૫ ખજુરીયા ગામ, વેજાણંદભાઇ જેઠાભાઇ ચંદ્રાવડીયા ઉવ.૩૮ રહે.ખજુરીયા ગામ, રામભાઇ ધનાભાઇ ચંદ્રાવડીયા ઉવ.૪૫ ધંધો-ખેતી રહે.ખજુરીયા ગામ, દેવશીભાઇ કારૂભાઇ ચંદ્રાવડીયા ઉવ.૪૬ રહે ખજુરીયા ગામ તથા વજશીભાઇ હદાભાઇ ગોજીયા ઉવ.૫૬ ધંધો-ખેતી રહે.વિરમદળ ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech