આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
મોરબીના ઘુંટું રોડ પર આવેલી એ.સી. રિપેરિંગની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. બધં દુકાનની પાછળની બારીના લોખંડના સળિયા તોડી અંદર ઘૂસેલા તસ્કરો આશરે ૧૦૦ કિલો જેટલો કિંમતી કોપર વાયર ચોરીને ફરાર થઈ ગયા છે, જેની બજાર કિંમત રૂા. ૧,૮૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉ.વ.૪૨)એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ડાયમડં રેફ્રીજરેશન નામની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે બધં દુકાનની પાછળ આવેલ લોખંડની બારીના સળીયા તોડી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી દુકાનમાં રહેલ નવા શુધ્ધ કોપર વાયરના ફીંડલા તથા નાના–મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કીલો કોપર વાયર (કેલબ તથા સુધ્ધ કોપર વાયર) કી.રૂા. ૧, ૮૦,૦૦૦ કોપર વાયરકેબલ વાયરની ચોરી કરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech