આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
૨.૩૮ લાખની રોકડ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે જૂનાગઢમાં મીરાનગર મેઇન રોડ પર મકાનમાં ચાલતા જુગાર ધામ પર સી ડિવિઝન પોલીસ ત્રાટકી હતી. પોલીસે આઠ પત્તા પ્રેમીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. સ્થળ પરથી ૨.૩૮ લાખની રોકડ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મીરાનગર મેઇન રોડમાં રહેતા વંશ ઉમેશ ગણાત્રા તેના મકાનમાં જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમીને આધારે સી ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી જુગાર સંચાલક ઉપરાંત દિપક ઉર્ફે લાલો ચંદ્રકાંત ગણાત્રા (રહે ઝાંઝરડા રોડ), અમુભાઈ પરસોતમભાઈ સોલંકી (ઝાંઝરડા રોડ), રાજુભાઈ અમૃતભાઈ મોરધરીયા (વિસાવદર), અશોકભાઈ રસિકભાઈ વાછાણી (તળાવ દરવાજા), મહેશભાઈ ગોરધનભાઈ બારડ (ખલીલપુર રોડ), ભરતભાઈ મથુરા દાસ ઉનડકટ (ગીરીરાજ રોડ) મિતેશ ચુનીભાઇ કાનાબાર (ઝાંઝરડા રોડ) ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૨.૩૮ લાખની રોકડ, ૧ કાર અને એક મોટરસાયકલ તથા આઠ મોબાઇલ સહિત ૫.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા ૪,૫ અન્વયે ગુન્હો નોંધે સી ડિવિઝન પીએસઆઇ વાળાએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech