BREAKING NEWS

યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને લીધે ૧.૬૭ કરોડ ટન અનાજનું ઉત્પાદન નિષ્ફળ

  • October 03, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુરોપમાં આ વર્ષે પડેલી કાળઝાળ ગરમી અને લાંબા સમય સુધી ચાલેલા દુષ્કાળને કારણે ખેડૂતોની ચિંતાઓમાં ભારે વધારો થયો છે. જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ઘઉં, મકાઈ અને જવ જેવા અનાજની મુખ્ય પાકનું ઉત્પાદન અંદાજે ૧.૬૭ કરોડ ટન ઓછું થવાની સંભાવના છે. નવા આકલન મુજબ, આ નુકસાનની કુલ કિંમત આશરે ૩.૨ અબજ યુરો (અબજો રૂપિયા) જેટલી થાય છે. પાકના ઉત્પાદનમાં થયેલા આ ભારે ઘટાડાથી યુરોપિયન યુનિયન અને ત્યાંના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.આ નુકસાન જુલાઈ મહિનામાં લગાવવામાં આવેલા અગાઉના અંદાજ કરતાં લગભગ ૮૦ લાખ ટન વધુ છે. એટલે કે, ગરમી અને દુષ્કાળની અસર અગાઉ ધારણા કરી હતી તેના કરતા પણ ઘણી વધારે ગંભીર સાબિત થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application