BREAKING NEWS

જામ્યુકોમાં શૌચાલયની સફાઇનો અભાવ, તીવ્ર દુર્ગંધથી કર્મીઓ અને અરજદારો હેરાન

  • July 29, 2026 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં શૌચાલયની સફાઇનો અભાવ, તીવ્ર દુર્ગંધથી કર્મીઓ અને અરજદારો હેરાન

ગ્રાન્ઉડ ફલોર પર શૌચાલય પાસે પાણીની રેલમછેલથી ભારે હાલાકી

જામનગર શહેરની સફાઇની જવાબદારી જેમના શીરે છે તે મહાનગરપાલીકામાં શૌચાલયની સફાઇના અભાવની ફરિયાદો ઉઠી છે. જેના કારણે તીવ્ર દુર્ગંધથી કર્મચારીઓ અને અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે. ગ્રાઉન્ડ ફલોર પર શૌચાલય પાસે પાણીની રેલમછેલથી અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
​​​​​​​
જામનગર શહેરમાં સફાઇની જવાબદારી મહાનગરપાલીકાની છે. પરંતુ મહાનગરપાલીકામાં જુદા-જુદા માળ પર આવેલા શૌચાલયોની નિયમિત સફાઇ ન થતી હોવાની ફરિયાદો મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામગીરી અર્થે આવતા અરજદારોમાં ઉઠી છે. આટલું જ નહીં શૌચાલયની સફાઇ ન થતાં માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા મનપાની જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ બેસી શકતા નથી તો અરજદારો શૌચાલય પાસેથી પસાર થાય તો મોં પર ‚માલ રાખવો પડે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. જો મહાનગરપાલીકામાં શૌચાલયની સફાઇની ફરિયાદો ઉઠતી હોય તો શહેરમાં કેવી સફાઇ થતી હશે તે સળગતો સવાલ ઉઠ્યો છે. ત્યારે આ બાબતે પગલાં લેવાશે કે હોતી હે ચલતી હે ની નીતિ અપનાવામાં આવશે તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application