જામનગર શહેરમાં સુવર્ણાલંકાર વિક્રેતાનો એક સદીનો વિશાળ અનુભવ ધરાવતા માંડલિયા (નવનીત) પરિવારના બંધુઓ દ્વારા શહેરમાં એક વધુ ગોલ્ડ ઓર્નામેન્ટના શો-રૂમનો પ્રારંભ થઈ રહ્યો છે.
શહેરના વ્યાપાર-ધંધાથી ધમધમતા ઇંદિરા માર્ગ ઉપર ગુરુદ્વારા અને અંબર ચોકડી વચ્ચે સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગમાં બે મજલાના જવેલરી શો-રૂમ 'મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ' નો શુભારંભ અષાઢી બીજના શુભદિને થશે. પરંતુ શો-રૂમના ભાગીદારો વિશાળ ગ્રાહકવર્ગ - શુભેચ્છક મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી ઉદ્દઘાટન સમારોહ તા. ૦૭, ૦૮ અને ૦૯ જુલાઈ એમ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો છે.
શો-રૂમના ભાગીદાર પરેશભાઈ માંડલિયા જણાવે છે કે, તેમનો પરિવાર એક સદીથી જવેલરી બિઝનેસમાં કાર્યરત હોવાથી તેઓ આભૂષણો વિષયક વિશાળ અનુભવ ધરાવે છે. બે માળના શો-રૂમમાં ગોલ્ડ, સિલ્વર, રિયલ ડાયમંડ, લેબ ગ્રાઉન ડાયમંડ, વ્હાઇટ ગોલ્ડ, પ્લેટીનમ, ઠાકોરજીના શ્રૃંગાર, પૂજા સામગ્રી ઉપરાંત ખાસ 'DREAMSTONE' બ્રાન્ડની રાશિરત્ન સ્ટોન + સિલ્વર ફેશન જવેલરી પણ લાવી રહ્યા છીએ. જે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલંકારપ્રેમીઓની માંગની સંપૂર્ણ આપૂર્તિ કરશે.
આ નૂતન જવેલરી શો-રૂમમાં રીંગ સેરેમની, સગાઈ, વિવાહ, શાદી, જન્મદિવસ, ઉદ્દઘાટન વાસ્તુ જેવા મંગલકારી પ્રસંગોએ ભેટ આપવા જેવી વિવિધ કિંમતી આઇટેમોનો ખજાનો પણ હશે. ઉપરાંત મહિલાવર્ગ અને યુવાવર્ગને આકર્ષે તેવી તેમજ મધ્યમ વર્ગને પરવડે તેવી આઈટમની ખરીદી એક જ જગ્યાએથી થઈ શકશે તેમ જણાવી જવેલરી શો-રૂમના ભાગીદારો તેજસભાઈ અને હાસ્તિભાઈ માંડલિયા જણાવે છે કે... અમો અમારા આંગણે ગ્રાહકોને પારિવારિક આદર સત્કારનો અહેસાસ કરાવીશું.
'મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ'ના ઉદ્દઘાટન પૂર્વે મોટી હવેલીના પૂ.પા.ગો. ૧૦૫ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીએ પણ શો-રૂમમાં પાવન પગલાં કરી માંડલિયા પરિવારને પ્રગતિની અંતરની શુભકામના પાઠવી છે.
આ નૂતન પેઢી દ્વારા દરેક પરિવાર સુવર્ણમાલિક બને તેવા હેતુથી 'MADHUVAN FINE GOLD' અને 'MADHUVAN +' ની SIP સ્કીમ પણ ઉદ્દઘાટનના દિવસથી જ અમલમાં લવાઈ રહી છે. જેમાં સુવર્ણ અલંકારોની ભવિષ્યની ખરીદીને ધ્યાનમાં લઇ ગ્રાહકો માસિક બચત થકી મનગમતા આભૂષણો ખરીદી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech