જામનગર : બેડેશ્ર્વરમાં ફુડ પોઇઝનીંગમાં ચાર દી માં ૧૦૯ લોકોે ઝપટમાં

  • October 09, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : બેડેશ્ર્વરમાં ફુડ પોઇઝનીંગમાં ચાર દી માં ૧૦૯ લોકો ઝપટમાં

લેબોરેટરીના રિપોર્ટ પર સૌની મીટ: હોસ્પિટલ અસરગ્રસ્તોથી ઉભરાઇ: તંત્ર ઉંધા માથે

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી સોમવારે રાત્રીના બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ૩૦થી ૩૫ જેટલા લોકોએ બિરયાની સહિતની અલગ અલગ નોનવેજ વાનગીઓ ખરીદી હતી. જેમાં ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓનો સમાવેશ થાય છે. આ ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતની તકલીફો શરૂ થતાં ફૂડ પોઈઝનિંગની અસર થયાનું ખૂલતા ભારે દોડધામ મચી ગઇ હતી.

તબિયત લથડતાં અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલ ઉપરાંત બેડેશ્વર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ જે દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો તેમને તબક્કાવાર રજા આપવામાં આવી હતી. નવાઇની વાત એ છે કે ગુરૂવાર સુધીમાં એટલે કે ચાર દીવસમાં કુલ ૧૦૯ લોકોને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જે ૫ૈકી ૩ દર્દીને ડીસ્ચાર્જ કરાયા હતાં.  તબિયતમાં ધીમે ધીમે સુધારો થતાં દર્દીઓને ડીસ્ચાર્જ કરાઇ રહ્યા છે.

બનાવની જાણ થતાં મનપાની ફુડ શાખાએ સ્થળ પરથી ખાદ્યપદાર્થોના જુદા જુદા પાંચ નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ તથા ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હોય તેના રીપોર્ટ પર સૌની મીટ મંડાઇ છે. બનાવના પગલે આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમ દ્રારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application