જામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
પ્રશ્ર્નાર્થ: રાતોરાત નિર્ણયથી આશ્ર્ચર્ય, શહેરમાં અન્ય સ્થળોએ સમસ્યા છે તે ફેરિયાઓને જગ્યા શા માટે નહીં સળગતો સવાલ
શહેરના અન્ય મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપન અને રાહદારીઓની સલામતી સુનિશ્ર્ચીતની પહેલ થશે? ચોમેર ચર્ચા
જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા શરૂ સેકશન માર્ગ પર ફૂટપાથ પર દબાણ અને તેને દૂર કરવાની કામગીરી દરમ્યાન ઝપાઝપી, ઘર્ષણથી ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે ફૂટપાથ પર બેસતા ફેરિયાઓને મનપાએ રાતોરાત વૈકલ્પિક જગ્યા ફાળવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. બીજી બાજુ શહેરમાં અન્ય સ્થળોએ આ પ્રકારની સમસ્યા છે તે ફેરિયાઓને વેકલ્પિક જગ્યા શા માટે નહીં તે સળગતો સવાલ ઉઠયો છે. આટલું જ નહીં વૈકલ્પિક જગ્યા ફાળવી શહેરી ટ્રાફીક વ્યવસ્થાપન અને રાહદારીઓની સલામતી સલામતી સુનિશ્ર્ચીતની કરતી પહેલનો મનપાએ દાવો કર્યો છે, ત્યારે શહેરના અન્ય માર્ગો અને વિસ્તારો કે જયાં આ સમસ્યા વર્ષો જૂની છે ત્યાં આ પહેલ થશે કે કેમ તે ચર્ચા શહેરીજનોમાં ચોમેર શરૂ થઇ છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના શરૂ સેક્શન રોડ પર એક મહત્વપૂર્ણ અને સુદ્રઢ વ્યવસ્થાપન અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. શરૂ સેક્શન રોડ પર ફૂટપાથ ઉપર પાથરણાં અને કામચલાઉ સ્ટોલ લગાવીને ગુજરાન ચલાવતા લઘુ વિક્રેતાઓને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિરાકરણ પે મહાપાલિકા દ્વારા સરલાબેન ત્રિવેદી આવાસની બાજુમાં, શરૂ સેક્શન રોડથી નીલકમલ સોસાયટી તરફ જતા માર્ગ પર આવેલા પ્લોટ પાસે આ તમામ વેપારીઓ માટે વિધિવત રીતે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે. આ પગલાથી ફૂટપાથ પરના દબાણની સમસ્યા હળવી થઈ છે અને વેપારીઓને ધોરણે વ્યવસાય કરવાની ચોક્કસ સુવિધા પ્રાપ્ત થઈ છે.
આ વ્યવસ્થા માત્ર ટ્રાફિક નિયમન પૂરતી મર્યાદિત ન રહેતા, ગરીબ અને મધ્યમવર્ગીય વેપારીઓની રોજગારીને કાયમી સુરક્ષા અને સ્થિરતા પૂરી પાડવાનું એક મજબૂત માધ્યમ બની રહેશે. ફાળવવામાં આવેલી આ નવી જગ્યા પર લઘુ વેપારીઓ કોઈપણ જાતના ભય કે ખલેલ વિના ગૌરવપૂર્ણ રીતે પોતાના ધંધા-રોજગારનું સંચાલન કરી શકશે. જેનાથી ગ્રાહકોને પણ એક જ સ્થળે ખરીદી માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થશે. આ સમગ્ર પહેલનો મુખ્ય આશય સ્થાનિક સ્તરે તૈયાર થતા ગૃહ ઉદ્યોગના ઉત્પાદનો તેમજ હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરતા સ્થાનિક ફેરિયાઓને મદદરૂપ બનીને કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ અભિયાનને જમીની સ્તરે વેગવંતું બનાવવાનો છે. પરંતુ આ નિર્ણય રાતોરાત કેમ લેવામાં આવ્યો અને તેની પાછળ કયાં કારણો જવાબદાર છે સળગતો સવાલ ઉઠયો છે. કારણ કે, શહેરના બેડીગેઇટથી શાકમાર્કેટ સુધી એટલે કે રણજીતરોડ, બર્ધનચોક સહીતના વિસ્તારોમાં ફેરિયાઓ અને પાથરળાવાળાઓની સમસ્યા વર્ષો જૂની છે. ત્યારે શા માટે આ વિસ્તારોના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા મનપા દ્વારા ફાળવવામાં આવતી નથી. શું આ વિસ્તારમાં દબાણથી ટ્રાફીક સમસ્યા અને રાહદારીઓની સલામતી જોખમાતી નથી? તે સવાલ પણ ઉઠયો છે. આથી મનપાની ફેરિયાઓમાં પણ એકને ગોળ, બીજાને ખોળ એટલે કે વ્હાલાદવલાની નીતિથી ભારે આશ્ર્ચર્યની સાથે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
