જામનગર-કાલાવડ હાઈવે પર આઈસરમાં ખીચોખીચ ભરેલા ૧૧ પશુ મળી આવ્યા
કતલખાને પશુ લઈ જવાની બાતમીના આધારે પોલીસ પ્રગટી
જામનગર-કાલાવડ હાઈવે પર બારાડી પેટ્રોલ પંપ સામે સીટી એ-ડિવિઝન પોલીસે એક આઈસર વાહન અટકાવી તેમાં ખીચોખીચ ભરવામાં આવેલા આઠ ભેંસો તથા ત્રણ નાના પાડરડાને મુક્ત કરાવી બે શખ્સો સામે પશુ ક્રૂરતા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સીટી-એ ડીવીઝન પીઆઇ ડોડીયાની સુચનાથી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી એક આઈસર વાહનમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે કાલાવડ તરફથી આવતા રોડ પર વોચ ગોઠવી આઇસર નં. જી.જે.-૦૫ બી.એક્સ ૮૬૬૨ વાહન અટકાવવામાં આવ્યું હતું.
વાહનની પાછળ તપાસ કરતાં તેમાં ૮ ભેંસો અને ૩ નાના પાડરડા ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ પશુઓને એકબીજા સાથે દોરીથી બાંધવામાં આવ્યા હતા તેમજ તેમને હલનચલન માટે પૂરતી જગ્યા રાખવામાં આવી ન હતી. ઉપરાંત ઘાસચારો તથા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પશુઓને સુરક્ષિત રીતે વાહનમાંથી ઉતારી પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ મામલે પોલીસે રાજેશ પરબતભાઈ ડાંગર (ઉ.વ.૫૯), રહે. મોડપર, તા. લાલપુર તથા પરબતભાઈ દેસુરભાઈ ભોચિયા (ઉ.વ.૫૩), રહે. ધુમથર ગામ તા. કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આશરે ૮ લાખની કિંમતનું આઈસર વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બંને સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
