જામનગરમાં ૪ મહિલા સહિત ૧૧ પત્તાપ્રેમીઓની અટકાયત

  • May 05, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવનગર અને બાવરીવાસ વિસ્તારમાં પોલીસ પ્રગટી : રોકડ અને સાહિત્ય કબ્જે

જામનગરના ગોકુલનગર શિવનગર-૨માં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા ચાર મહિલા સહિત સાતની અટકાયત કરવામાં આવી હતી જયારે બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે તિનપતીનો જુગાર રમતા ચારને દબોચી લીધા હતા.

ગોકુલનગર વિસ્તારમાં શિવનગર શેરી નં. ૨માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા શિવનગરના રામજી બચુ મકવાણા, ઘેલા ટપુ પરમાર, સોમનાથ સોસાયટીના સુરેશ સવજી સરવૈયા, પાણાખાણની મનિષાબેન કાનજી શિહોરા, સાયોના શેરીના કુસુમબેન ગોરધન વીરમગામી, જીવીબેન ચકુ રાઠોડ અને ભાવનાબેન રામજી મકવાણાની અટકાયત કરી રોકડા ૧૦૨૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.

આ ઉપરાંત બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડ ગોડાઉન આગળ રહેતા રમેશ જીવા ચૌહાણ, ખુલ્લી ફાટક પાસે રહેતા ભાવેશ સામજી વાઘેલા, અમિત દિનેશ વાઘેલા અને મંગલ રવજી વાઘેલા નામના શખ્સોને રોકડા ૪૪૩૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application