જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરીની ૨૬૯ ફરિયાદ નોંધાઇ
૧૩ લાખની પાવરચોરીનો ૧,૫ લાખના ૯ કેસ, પાંચમા દીવસે ચેકીંગ યથાવત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પીજીવીસીએલની વિજિલન્સ કચેરી દ્વારા વીજચોરી સામે મોટા પાયે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સતત પાંચમા દિવસે પણ વીજચોરી શોધવા માટે સઘન ચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથક સહિતના વિસ્તારોમાં આજે વીજચોરીના કનેક્શનો શોધવા માટે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશમાં ૫૧ વીજ ચેકિંગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. વીજચોરીના કેસોમાં કાયદેસરની કાર્યવાહી માટે વીજ પોલીસની અલગ અલગ ચાર ટીમો પણ ચેકિંગમાં જોડાઈ છે. તેમાં જામનગર, રાજકોટ, ભુજ અને જૂનાગઢની વીજ પોલીસની ટીમોનો સમાવેશ થાય છે.
વીજચોરી સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પ્રથમ ચાર દિવસમાં કુલ ૨૬૯ વીજચોરીની ફરિયાદો નોંધાઈ છે. દિવસવાર આંકડા પ્રમાણે સોમવારે ૭૩, મંગળવારે ૭૦, બુધવારે ૭૧ અને ગુરૂવારે ૫૫ ફરિયાદો નોંધાઈ હતી. આ કાર્યવાહીમાં નોંધાયેલી ફરિયાદોમાંથી રૂ.૧ લાખથી વધુની વીજચોરીવાળી ૧૧૦ ફરિયાદો છે. જ્યારે રૂ.૧૩ લાખની વીજચોરીની ૧ ફરિયાદ તથા રૂ.૫ લાખની વીજચોરીની ૯ ફરિયાદો નોંધાઈ છે. મોટી રકમની વીજચોરીના કેસો સામે વીજ વિભાગ દ્વારા નિયમ મુજબની વસૂલાત તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન લાલપુર સબ ડિવિઝનના હેઠળ ના વિસ્તારમાં એક બાંધકામના ધંધાર્થી પાસેથી આશરે રૂ.૧૩ લાખની વીજચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળે અગાઉ પણ વીજચોરી ઝડપાઈ હતી અને બીજી વખત વીજચોરી કરતાં પકડાયા હોવાનું સામે આવ્યું છે.તદઉપરાંત નગરસીમ વિસ્તારમાંથી પણ આશરે રૂ.૬ લાખની વીજચોરી પકડાઈ છે. આ મોટી વીજચોરીના કેસો ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ઔદ્યોગિક એકમો, રહેણાંક મકાનો અને અન્ય સ્થળોએ પણ વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે પાંચમા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ મીટર, જોડાણો અને વીજ વપરાશની તપાસ કરવામાં આવી રહી છે. વીજચોરી જણાય તેવા કિસ્સામાં સ્થળ પર જ કાર્યવાહી કરી નિયમ મુજબના બિલ અને ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
