પોરબંદર શહેર અને જિલ્લામાં આડેધડ વાહન ચલાવીને અકસ્માત સર્જનારાઓ સામેની ઝુંબેશ વેગવંતી બનાવીને પોલીસે ૧૩ શખ્શોને પકડી પાડયા છે.
છાયા માતીનગરના નિતેશ ઉર્ફે જયેશ ગોવિંદ વાઢીયા, આદિત્યાણાના દંડકીયા નેશ ખાતે રહેતા નારણ વીરા મોરી, આદિત્યાણાના જુના રબારી કેડામાં રહેતા મનુ હરી મોરી, ભાણવડના પાસ્તરડી ગામે રહેતા અરજણ ડાયા કોડીયાતર, ખાપટના નાગદાન લખમણ ખાણીયા, રાંઘાવાવના જયેશ કરશન કોડીયાતર દ્વારા ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. તેવી જ રીતે અમર ગામના ભરત રણમલ ઓડેદરાએ શીતલાચોકથી કીર્તિમંદિર તરફ અકસ્માત સર્જાય તે રીતે બોલેરોને પાર્ક કરતા ધરપકડ થઇ છે.
પોરબંદરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં લીરબાઇ આશ્રમ પાછળ રહેતો ભાવેશ બાબુ ઓડેદરા ફૂલ સ્પીડે બાઇક લઇને નીકળતા પકડાયો હતો. છાયાના ભાવેશ જેન્તી શીંગરખીયાએ નરસંગ ટેકરીના ચાર રસ્તે અકસ્માત થાય તેમ બાઇક પાર્ક કરતા પકડી લેવાયો છે. દેવભૂમિ દ્વારકાના ચાસલાણા ગામના સુરેશપરી માધવપરી ગોસ્વામીએ ત્રણ માઇલ રોડ પર અડચણપ બોલેરો પાર્ક કરતા ધરપકડ થઇ છે. અમરદડના જયદીપ મુરુ ગોહેલ ઇકો કાર લઇ રાણાવાવ બાયપાસ સર્વિસ રોડ પર રોંગ સાઇડમાં નીકળતા પોલીસે ધરપકડ કરી છે. માંડવાના રોહિત હીરા સોંદરવાની નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારનો નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech