મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં મફત અને સક્ષમ કાનૂની સહાયને દેશના પ્રત્યેક નાગરિકનો અધિકાર ગણવામાં આવ્યો છે. ગુજરાતના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓનો અધિકાર પ્રાપ્ત થાય તે દિશામાં આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે કાનૂની સેવા સત્તામંડળોની રચના કરવાના હેતુસર ધ લીગલ સર્વિસ ઓથોરીટી-૧૯૮૭ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-૧૯૯૭નો કાયદો હાલ ગુજરાતમાં અમલી છે. આ કાયદાની કલમ-૧૨ મુજબ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ અને ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય મળવાપાત્ર છે.
આવક મર્યાદાને વધારીને 3 લાખ રૂપિયા કરાઈ
આ કાયદાના નિયમ-૨૦ મુજબ નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને સુપ્રીમ કોર્ટ સિવાય અન્ય કોઈપણ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવા અથવા બચાવ કરવા માટે કાનૂની સેવાઓનો હક મળે છે. સમયાંતરે આવક અને મોંઘવારી વધતાં વર્ષ ૨૦૧૨માં નિયમ-૨૦માં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરી હતી. રાજ્યમાં નબળા વર્ગના મહત્તમ નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે ફરી એકવાર આ જોગવાઈમાં સુધારો કરીને આજે કેબિનેટ બેઠકમાં આવક મર્યાદાને વધારીને રૂ. ત્રણ લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.
આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે અને જન સમુદાયને પોતાના હકોના રક્ષણ માટે કાનૂની ઉપચારો સરળતાથી પ્રાપ્ત થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech