રાજકોટમાં 13 વર્ષીય તરુણીનો ગળાફાંસો ખાઈ આપઘાત, ઘરથી નજીક રહેતા દાદીના ઘરે જઈ પગલું ભર્યુ

  • October 24, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્યુસાઇડ કેપિટલ સીટી રાજકોટમાં આત્મહત્યાના બનાવોના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે, યુવા, આધેડ અને વયોવૃધ્ધ ઉંમરના લોકોની સાથે હવે સગીર વયના પણ આત્મહત્યા કરતા ચિંતાનો વિષય બન્યો છે. લોહાનગરમાં રહેતી 13 વર્ષીય તરુણીએ દાદીના ઘરે જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. બનાવના પગલે એ. ડિવિઝન પોલીસ દોડી જઈ કાર્યવાહી કરી હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર ટેલિફોન એક્સચેન્જ પાસે લોહાનગરમાં રહેતી પૂર્વી અજયભાઈ મકવાણા (ઉં.વ.13)ની તરુણીએ ગત બપોરે અઢી વાગ્યાના અરસામાં ઘરથી આગળ રહેતા દાદીના ઘરે જઈ છતના હૂંકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કાકા દીપકભાઈ ઘરે આવી જોતા ભત્રીજી લટકતી હતી. દોડી જઈ નીચે ઉતારી તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. પરંતુ તેણીનો જીવ બચી શક્યો ન હતો. પુત્રીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


આપઘાત કરનાર પૂર્વી ચાર બહેન અને એક ભાઇમાં મોટી હતી અને મવડી નજીક કારખાનામાં કામે જતી હતી. પિતા છૂટક મજૂરી કામ કરે છે. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application