ભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બી.એ.પી.એસ મંદિરનો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો

  • May 05, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જોડિયા: જામનગર જિલ્લાના જોડિયથી સાત કિલોમીટર દૂર સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુણાતીતનગર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન BAPS મંદિર ખાતે આ ઔતાહાસિક સ્થાનમાં બ્રહ્મ સ્વરૂપશ્રી શાસ્ત્રી જી મહારાજ બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપશ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રતીષ્ઠિત દેવ સ્વરૂપો તથા જન્મસ્થાનમાં અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનો  ( ૧૫ મો પાટોત્સવ ) કોઠારી સ્વામીશ્રી ધર્મકુંવરસ્વામીજી, શ્રી સોમપ્રકાશ સ્વામીજી તથા વરિષ્ટ સંતોની પાવન નિશ્રામાં અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દીવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતો આ દીવ્ય પાવન અવસરે તારીખ : ૩ / ૫ / ૨૫ ને શનિવારના રોજ ( ૧૫ માં પાટોત્સવ ) નિમિતે સવારે ૮ થી ૯ સંસ્થાના વરિષ્ટ સંતોની પાવન ઉપસ્થિતીમાં વૈદીક મહાપૂજા અને કેસર, પંચામૃત, પવિત્ર જળથી ભવ્ય ષોડપોચાર પૂજન કરવામાં આવેલ હતુ સવારે ૧૦ : ૦૦ ક્લાકે પાટોત્સવ સભા ત્યારબાદ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે મહાઆરતી કરવામાં આવેલ તૅમજ સવારે  ૧૦ થી ૧૨ ભગવાનને છપનભોગ ધરાવવામાં આવેલ હતા આ ઉપરાંત નીજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર દર્શન રાખવામાં આવેલ હતા બપોરે વિશાળ સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો જે યાદી મંદિરના ભક્તજન ભરતભાઈ ગણાત્રા, હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application