જામનગરમાં સ્પેશીયલ કોમ્બીંગ ડ્રાઇવ : પ્રોહીબીશનના ૧૭ કેસ

  • August 21, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સ્પેશીયલ કોમ્બીંગ ડ્રાઇવ : પ્રોહીબીશનના ૧૭ કેસ

સીટી-સી ડીવીઝન વિસ્તારમાં સધન ચેકીંગ : પ્રોહી બુટલેગર-ધંધાર્થીઓ અને વાહનો ચેક કરાયા

જામનગરના સીટી-સી ડીવીઝન વિસ્તારમાં ગઇ રાત્રીના એલસીબી, એસઓજી, સીટી-સી સહિતના પોલીસ કાફલા દ્વારા સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ પ્રોહી બુટલેગર્સ, જાણીતા જુગારીઓ, શરીરસબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટાફ તથા એલસીબી, એસઓજી, પેરોલફર્લો દ્વારા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ દેશી દારૂ​​​​​​​ના ધંધાર્થીઓ તથા રેઇડ કરતા જેમા દેશી દારૂ લી. ૧૪૨ કિ. ૨૮૪૦૦, દારૂ બનાવવાનો કાચો આથો લી. ૬૦૦ કિ. ૩૫૦૦૦નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશનના ૧૭ કેસ, મિલકત સબંધી ગુનાના આરોપીઓ ચેક-૦૯, એમસીઆરના ૦૧, પ્રોહી બુટલેગર્સ ચેક-૨૫, વાહન ચેક-૪૫નો સમાવેશ થાય છે. આ ડ્રાઇવ દરમ્યાન એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, સીટી-સી ડીવીઝનનો સ્ટાફ જોડાયો હતો અને ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે આ વિસ્તારમાં દોડધામ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application