પાકિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટખી ધણધણી ઉઠ્યું, આર્મી ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલોઃ 18 લોકોના મોત

  • March 07, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે સાંજે 4:30 વાગ્યે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તાર મીરાંશાહમાં એક બજારની મધ્યમાં પાકિસ્તાની આર્મી ચેકપોઇન્ટ પર એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. 18 લોકો માર્યા ગયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. હાફિઝ ગુલ બહાદુર ગ્રુપ સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન (યુએસકે)એ આ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે.


અહેવાલો અનુસાર, સાંજે 4:30 વાગ્યે બાઈક પર વિસ્ફોટકો લઈને આવેલા એક આતંકવાદીએ ઉત્તર વઝીરિસ્તાનના મીરાંશાહમાં ચશ્મા બ્રિજ પર સ્થિત એક આર્મી ચેકપોઇન્ટ પર પોતાનું વાહન અથડાવ્યું હતું, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના બજારમાં રહેતા લોકો પણ પ્રભાવિત થયા હતા. અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં 18 નાગરિકો અને ઘણા પાકિસ્તાની આર્મી સૈનિકોનાં મોત થયા છે. 30થી વધુ ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ હજુ સુધી વિસ્ફોટમાં કેટલા સૈનિકો માર્યા ગયા તેની માહિતી જાહેર કરી નથી, પરંતુ માર્યા ગયેલા 18 નાગરિકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે.


આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન વાસ્તવમાં ઇત્તિહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન (આઇએમપી) સાથે જોડાયેલું છે અને આઈએમપી ચીફ હાફિઝ ગુલ બહાદુર માટે કામ કરે છે. આ હાફિઝ ગુલ બહાદુરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા અફઘાન જેહાદ માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં ગુલ બહાદુરે શરૂઆતમાં બન્નુમાં મસૂદ અઝહરના તાલીમ શિબિરમાં તાલીમ લીધી હતી. વધુમાં, અફઘાનિસ્તાનથી પાછા ફર્યા પછી, હાફિઝ ગુલ બહાદુર આતંકવાદી મસૂદ અઝહર સાથે જોડાયો અને ભારત પર હુમલો કરવા માટે દત્તા ખેલ અને મીરાંશાહમાં જૈશ-એ-મોહમ્મદ માટે આતંકવાદીઓની ભરતી કરી હતી.


તેણે પોતાનો મદરેસા પણ ચલાવતો હતો, જ્યાં તે આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને તેમાંથી 60 ટકા અફઘાનિસ્તાન અને 40 ટકા કાશ્મીર જૈશ-એ-મોહમ્મદ અને અલ-બદ્ર માટે લડવા મોકલતો હતો. જોકે, લાલ મસ્જિદની ઘટના પછી, જ્યારે આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)નો જન્મ થયો, ત્યારે હાફિઝ ગુલ બહાદુર પાકિસ્તાન સામે યુદ્ધ છેડનારા આતંકવાદીઓ સાથે જોડાયો, જે યુદ્ધ આજે પણ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News