સોમવારે કોઠારીયા રોડ અને મવડીમાં મહાપાલિકા દ્વારા ૧૧મો સેવા સેતુ કેમ્પ

  • March 07, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશેષ અગિયારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા પણ મહાપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે અગિયારમાં તબક્કાના સેવાસેતુ કેમ્પનું આગામી તા.૯ને સોમવારના રોજ સવારે ૯ કલાકે, (૧) વિનોદભાઈ શેઠ કોમ્યુનિકેશન હોલ, કોઠારીયા રોડ, રાજકોટ અને (૨) પ્રાણનાથજી પ્રાથમિક શાળા, શાળા નં.૮૫, ઉદયનગર, આર.કે. એમ્પાયર બિલ્ડીંગની પાછળ, મવડી, રાજકોટ ખાતે આયોજન કરાયું છે.

વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ અને પ્રાણનાથજી પ્રાથમિક શાળા ખાતેના સેવાસેતુ કાર્યક્રમની સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સંગઠનના હોદ્દેદારો, વોર્ડના મહાનુભાવો તથા રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી વ્યવસ્થા ચકાસી હતી.

નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવાસેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

ઉપરોક્ત સેવાસેતુ કેમ્પમાં આધાર નોંધણી (૧૮ વર્ષથી વધુ વયજૂથ), આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન અને સુધારા, બાળકોના આધાર કાર્ડ, બસકન્સેશનપાસ-સીનીયર સીટીઝન, બસકન્સેશનપાસ-સામાન્ય લોકો માટે, આયુષ્માન પ્રધાનમંત્રી જન, આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીસ અનેબી.પી.ની ચકાસણી, મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, ટોઇલેટ અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરા અરજી, ગુમાસ્તા ધારા, વોટર અને ડ્રેનેજ કનેક્શન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર, પીએમ સ્વનિધિ યોજના, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, રેશન કાર્ડમાં નામ કમી કરવું, રેશન કાર્ડમાં નામ સુધારો કરવો, રેશન કાર્ડ ધારકોના ઈ-કે.વાય.સી., દિવ્યાંગતા પ્રમાણપત્ર, બસકન્સેસનપાસ–દિવ્યાંગ માટે, યુડીઆઈડી કાર્ડ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ભીમ એપ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજનામાં નવું બેંકએકાઉન્ટ, કેશલેસ લીટરેસી(ડીજીટલ ટ્રાન્જેકશન લીટરેસી), સુકન્યા સમૃદ્ધિ યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટમોચન યોજના), આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, નોન ક્રિમીયીલર પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, જાતિ પ્રમાણપત્ર, ફ્રીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઈન અરજી ડૉ. આંબેડકર આવાસ યોજના, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન વગેરે યોજનાઓની કામગીરી કરવામાં આવશે.


સેવા સેતુ કેમ્પમાં આવા કામો સ્થળ ઉપર થશે

૧.આધારકાર્ડમાં સુધારા, વધારા, ઉમેરા

૨.રાશનકાર્ડને લગતા કામ નામ કમી, નામ ઉમેરો, સરનામાં ફેરફાર

૩.સિટી બસ ફ્રી મુસાફરી પાસ

૪.આયુષ્યમાન કાર્ડ

૫. જન્મ મરણ નોંધણી દાખલા

૬. લગ્ન નોંધણી દાખલા

૭. આવકના દાખલા

૮.આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે લિંક અપ

૯.આધારમાં ઇમેઇલ, મોબાઇલ નંબર અપડેટ

૧૦. પ્રોપર્ટી ટેક્સને લગતા પ્રશ્નો

૧૧. પ્રોફેશનલ ટેક્સને લગતા પ્રશ્નો

૧૨. સિનિયર સિટીઝન સર્ટિફિકેટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application