દ્વારકામાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને સખત કેદ
સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપીને ૨૦ વર્ષ અને સહઆરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી
દ્વારકા પંથકમાં આશરે પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં દ્વારકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પોક્સો અદાલતે બે આરોપીઓને સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના સંજય રણમલ અમર દ્વારા કલ્યાણપુર પંથકમાં રહેતા પરિવારની આશરે ૧૬ વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ લગ્ન કરવા માટે દબાણ કરી, જો તેની સાથે નહીં આવે અથવા લગ્ન નહીં કરે તો તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ હતો.
આરોપીઓએ તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ મુરૂભાઈની સ્વિફ્ટ કારમાં સગીરાનું અપહરણ કર્યું હતું. આ બનાવમાં દેવરીયા ગામના સંજયપરી વિનુપરી ગોસ્વામીની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મુખ્ય આરોપી સંજય રણમલ અમરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.
બનાવ અંગે સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૧), ૧૧૪ તેમજ પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ બંને આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ પોક્સો જજ કે.જે. મોદીની અદાલતમાં ફરિયાદી, તબીબી અધિકારી, તપાસ અધિકારી સહિતના મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કુલ ૨૦ સાક્ષીઓની તપાસ સાથે સરકારી વકીલ અમિતભાઈ વ્યાસે કેસના વિવિધ મુદ્દાઓ અંગે દલીલો રજૂ કરી હતી.
કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો જજ કે.એસ. પટેલે મુખ્ય આરોપી સંજય રણમલ અમરને ૨૦ વર્ષની સખત કેદ તથા ૫,૦૦૦નો દંડ, જ્યારે અન્ય આરોપી સંજયપરી વિનુપરી ગોસ્વામીને ૧૦ વર્ષની સખત કેદ તથા ૫,૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
