જામનગરમાં બે દી’પાણીકાપ, ૪૪ હજાર પરિવારને અસર

  • October 10, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બે દી’પાણીકાપ, ૪૪ હજાર પરિવારને અસર

દેકારો:રવિવાર અને સોમવારના શહેરના ૬૦ થી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે 

પાઇપલાઇનમાં ફલોમીટરની કામગીરી કારણભૂત, લોકોને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે

જામનગરમાં રવિવાર અને સોમવારના ૬૦ થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આથી બે દીવસમાં કુલ ૪૪૦૦૦ પરિવારને પાણી મળશે નહીં. આથી આ વિસ્તારના લોકોને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ફલોમીટર ફીટ કરવાની કામગીરીના કારણે ગુલાબનગર ઝોન-એ અને બી તથા મહાપ્રભુજી બેઠક ઝોન હેઠળના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. 

જામનગર મહાનગરપાલીકાની વોટરવર્કસ શાખા દ્વારા રવિવારના આજી ડેમ-૩થી પાણીની આવકની પાઇપલાઇન પર સ્કાડા સીસ્ટમ હેઠળ ફલોમીટર ફીટ કરવાની કામગીરી કરવામાં આવશે. આથી આ પાઇપલાઇનને સંલગ્ન ગુલાબનગર ઝોન-બી હેઠળના નાગેશ્ર્વર, ભીમવાસ, ડ્રીમસીટી, સ્વામિનારાયણ નગર, રવિપાર્ક, રાજપાર્ક, આદીત્ય પાર્ક, શિવમ પાર્ક, અક્ષરધામ, લાલવાડી, શાંતિવન, ઉમિયાનગર, માણેકનગર, શ્રીનાથ પાર્ક, હાપા સહીતના વિસ્તારોમાં તા.૧૧ને રવિવારના પાણી વિતરણ બંધ રહેશે. 
​​​​​​​
જયારે ગુલાબનગર ઝોન-એ હેઠળના નદીપા, કુંભારવાડો, મોટા આશાપુરા વિસ્તાર, વાઘેરવાડો, ભોઇવાડો, પટણીવાડ, ખાટકીવાડ, ધુંવાન નાકુ, દાવલશા ફળી, અંબાજીનો ચોક, ફકીરવાડો, કોળીવાડ, પઠાણ ફળી, આવારા ચકલો, મચ્છીપીઠ, કેળું ફળી, હાજીપીર શેરી, ગુલાબનગર, મોહનનગર, સીન્ડીકેટ, શ્યામ ટાઉનશીપ, યોગેશ્ર્વરનગર, સરદારનગર, વ્રજવિહાર, ગ્રીનવુડ સહીતના વિસ્તારોમાં તા.૧૨ને સોમવારના પાણી વિતરણ બંધ રહેશે. 
​​​​​​​
તદઉપરાંત મહાપ્રભુજી બેઠક ઝોન હેઠળ આવતા વિસ્તારો શીતવન, શીતલવન, વર્ધમાનનગર, કાલાવડ રોડ પર આવેલી તમામ સોસાયટીઓ, મોરકંડા રોડ પરની તમામ સોસાયટી, હાપા રોડ પરની તમામ સોસાયટી,અમનચમન સોસાયટી, મહારાજા સોસાયટી, મકવાણા સોસાયટી, રંગમતી સોસાયટી સહીતના વિસ્તારોમાં તા.૧૨ ના પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોકત વિસ્તારોમાં પ્રથમ બંધ ઝોનમાં સોમવાર અને બીજા દીવસે એટલે કે મંગળવારે રૂટીન ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application