ખંભાળિયા: શિરેશ્ર્વર લોકમેળામાંથી ચોરાયેલી બે બાઈક સાથે બે કિશોર ઝડપાયા
ખંભાળિયા પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલ્યો : મુદામાલ કબ્જે લીધો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાયેલા ચાર દિવસીય શિરેશ્વર લોકમેળા દરમિયાન બે અલગ-અલગ બનાવમાં બે મોટરસાયકલ ચોરાઈ જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રૂ.૪૦ હજારની કિંમતની બે સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરીના બનાવનો પોલીસે ભેદ ઉકેલી બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને ઝડપી લીધા હતા.
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવેલી સૂચના તેમજ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. સી.આર. રાણા અને તેમની ટીમે ચોરીના બનાવની તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન ખંભાળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા અને સ્ટાફને મળેલી બાતમી તથા તપાસના આધારે ખંભાળિયા-સલાયા માર્ગ પર હરીપર રોડ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ નજીકથી બે મોટરસાયકલ સાથે જતા બે શખ્સોને અટકાવવામાં આવ્યા હતા.
પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેમની પાસેથી મળી આવેલી મોટરસાયકલ અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બંને બાઈક લોકમેળા દરમિયાન ચોરાયેલી હોવાનું સામે આવતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વધુ પૂછપરછમાં બંને શખ્સો કાયદાથી સંઘર્ષિત કિશોર હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેમના વાલીઓને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
