હાલારમાં બાકી વીજબીલ સબબ એક દી’ માં ૨૦૩૬ ગ્રાહકના જોડાણ કટ
વીજતંત્ર દ્વારા મેગા ડીસકનેકશન ડ્રાઇવમાં રૂ.૯૩૪.૭૫ લાખની વસૂલાત
કાર્યવાહી પૂર્વે ૩૪૫૬ બાકીદારોએ વીજબીલના નાણાં ભરપાઇ કરી આપ્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. બંને જિલ્લાના ૫૪,૦૮૦ ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.૨૩ કરોડની બાકી રકમ વસૂલવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૩૪૭ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. એક જ દિવસની કામગીરી દરમિયાન કુલ ૮,૯૦૪ ગ્રાહકોના કનેક્શન ડિસકનેક્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ૨,૦૩૬ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.
ડિસકનેક્શન પૂર્વે જ ૩,૪૫૬ ગ્રાહકોએ બાકી વીજબીલની રકમ ભરપાઈ કરી હતી. આમ, કુલ ૫,૪૯૨ ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી રૂ.૭૦૩.૬૮ લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ડિસકનેક્શન બાદ રીકનેક્શન માટે ૧,૫૭૮ ગ્રાહકોએ રૂ.૨.૯૦ લાખ ચાર્જ સહિત રૂ.૧૮૫.૪૩ લાખની ભરપાઈ કરી હતી. વીજ તંત્રની મેગા ડ્રાઇવ દરમિયાન એલટી એનર્જી કલેક્શન થકી રૂ.૫૯૩.૭૪ લાખ તથા ઓનલાઈન કલેક્શન થકી રૂ.૩૪૧.૦૧ લાખ મળી કુલ રૂ.૯૩૪.૭૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. કાર્યવાહી દરમ્યાન સિટી-૧ ડિવિઝનમાં ૪૬ ટીમોએ ૧,૩૨૨ પૈકી ૩૬૩ કનેક્શન કાપી રૂ.૧૬૧.૬૫ લાખની વસૂલાત કરાઇ હતી. જયારે સિટી-૨ ડિવિઝનમાં ૬૨ ટીમોએ ૧,૬૮૫ પૈકી કાર્યવાહી કરી ૨૬૪ કનેક્શન રદ કરી રૂ.૩૩૮.૫૩ લાખની વસૂલાત, ગ્રામ્ય ડિવિઝનમાં ૮૦ ટીમોએ ૧,૬૩૨ પૈકી ૩૪૨ કનેક્શન કાપી રૂ.૧૧૧.૯૮ લાખની વસૂલાત, જામજોધપુર ડિવિઝનમાં ૫૦ ટીમોએ ૧,૧૭૬ પૈકી ૪૩૯ કનેક્શન કાપી રૂ.૭૫.૬૪ લાખ, ખંભાળિયા ડિવિઝનમાં ૫૩ ટીમોએ ૧,૫૫૦ કનેક્શન પૈકી ૩૧૯ કનેક્શન કાપી રૂ.૧૧૭.૨૬ લાખ, દ્વારકા ડિવિઝનમાં ૫૬ ટીમોએ ૧,૫૩૯ પૈકી ૩૦૯ કનેક્શન કાપી રૂ.૧૨૯.૭૦ લાખની વસૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
