જામનગર પંથકમાં દારૂની નાની-મોટી બોટલો સાથે ત્રણ ઝડપાયા

  • September 26, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં દારૂની નાની-મોટી બોટલો સાથે ત્રણ ઝડપાયા

દરેડ જીઆઇડીસી, કાલાવડ અને મોટી ખાવડીમાં દરોડા : એક ફરાર

દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક શખ્સ શરાબની ૬ બોટલ સાથે ઝપટે ચડયો હતો જેમાં એકનું નામ ખુલ્યુ હતું, કાલાવડમાં શરાબના ૭ ચપલા સાથે એકને દબોચી લેવાયો હતો અને મોટી ખાવડીમાં દારૂની એક બોટલ સાથે સિકકાનો શખ્સ પકડાયો હતો.

જામનગરના રણજીતનગર રૂપીયાના સિકકા પાસે મધુરમ એપાર્ટમેન્ટ ફલેટ ૨૦૪ ખાતે રહેતા વેપાર કરતા મુકેશ હરીરામ દામા નામના શખ્સને વિદેશી દારૂની ૬ બોટલ કિ. ૭૨૦૦ પોતાના કબ્જામાં લઇને દરેડ જીઆઇડીસી ખુલ્લા પ્લોટ પાસેથી નીકળતા પંચ-બી પોલીસે પકડી લીધો હતો આ દારૂનો જથ્થો પિન્ટુ ઉર્ફે બાઠીયો પરમારે પુરો પાડી એકબીજાને મદદગારી કરી હતી પિન્ટુને ફરાર જાહેર કરાયો હતો અને બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી. 

બીજા દરોડામાં કાલાવડના ધોરાજી ટાઉન પોલસ સ્ટેશન સામે રહેતા વેપાર કરતા ધર્મેશ વિરજી ટીંબડીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૭ ચપલા સાથે કાલાવડ બસ સ્ટેન્ડ સામેના રોડ પરથી પકડી લેવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા મુળ નાની ખાવડીના દિવ્યરાજસિંહ રતુભા જાડેજા નામના ઇસમને ઇંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે ખાવડી પાયલધાર પાસેથી મેઘપર પોલીસે દબોચી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application