જામનગર: કાલાવડ પંથકમાં ખનીજનું વહન કરતા ૩ ડમ્પર અટકાવાયા
બિનઅધિકૃત બ્લેકટ્રેપનું વહન, એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થો મળી આવ્યો
ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખનીજ વિભાગની ટીમ દ્વારા તા. ૩૦ના રોજ નિકાવા-કાલાવડ રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ત્રણ ડમ્પર અટકાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બે ડમ્પરમાં બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય એક ડમ્પરમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ એટલે કે ઓવરલોડ વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ડમ્પર સહિત આશરે રૂ. ૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભોલેનાથ સ્ટોન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખનીજ વિભાગ, જામનગર દ્વારા જપ્તીની કાર્યવાહી કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ખનીજ વિભાગની તપાસ ટીમના નિખીલભાઈ તથા નૈતિકભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
