#teamaajkaal
રાજકોટ શહેર માટે નવા વર્ષનો પ્રારંભ અત્યંત દુઃખદ અને આઘાતજનક સાબિત થયો છે. નવા વર્ષના મંગલમય વાતાવરણ વચ્ચે એક ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે અકાળે અચાનક અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા ૩૫ વર્ષીય મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ એટેક આવી જતાં કરૂણ મોત નીપજ્યું છે. મૃતક શિવરાજ ચૌહાણને સંતાનમાં ૫ વર્ષનો એક નાનો પુત્ર છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ગઈકાલે બપોરના સમયથી જ શિવરાજને છાતીમાં સતત દુઃખાવો થઈ રહ્યો હતો. જેને પગલે તાત્કાલિક તબીબી સલાહ લઈ તેમનો ઇસીજી (ECG) પણ કરાવવામાં આવ્યો હતો. જોકે, આ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
પરંતુ, ગત મોડી રાત્રીએ ફરી એકવાર શિવરાજને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સિવિલ હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
હાલ આ અંગે સિવિલ હોસ્પિટલમાં મૃતકના પોસ્ટ મોર્ટમની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારના જ દિવસે ઘરમાંથી જુવાનજોધ પુત્ર અને પિતાની નિવૃત્તિ છીનવાઈ જતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે. નાની વયે વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સ્થાનિક રહીશો અને આરોગ્ય ક્ષેત્રે પણ ચિંતા ઉપજાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆસામમાં મોટી ટ્રેન દુર્ઘટના: 6 ડબા પાટા પરથી ખડી પડ્યા, અફરાતફરીનો માહોલ, ટ્રેન વ્યવહાર ખોરવાયો
November 11, 2026 09:40 AMસરકાર હવે મજૂરોને પણ પેન્શન આપશે; આ યોજના હેઠળ દર મહિને ૩,૦૦૦નું પેન્શન મળશે
November 11, 2026 08:30 AMશું સહમતિ વગર પેતૃક સંપત્તિમાં વેચી શકાય છે પોતાનો હિસ્સો, જાણો શું કહે છે કાયદો?
November 10, 2026 09:55 PMરાજકોટમાં નવા વર્ષના પ્રારંભે કરૂણંતિકા: હાર્ટ એટેકથી ૩૫ વર્ષીય યુવાનનું મોત, પરિવારમાં શોકનું મોજું
November 10, 2026 06:47 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
