જામનગર: જામજોધપુર પંથકમાં પવનચક્કીના ક્નટેનરમાંથી ૧૦.૮૪ લાખનો કોપર કેબલની ચોરી

  • August 17, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુર પંથકમાં પવનચક્કીના ક્નટેનરમાંથી ૧૦.૮૪ લાખનો કોપર કેબલની ચોરી

અજાણ્યા તસ્કરો ૩૭૪ મીટર કેબલ લઇ ગયાની ફરીયાદથી તપાસ 

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક ખાનગી કંપનીની પવનચક્કીના ટાવર લોકેશન નં.૫૦૫ પાસે રાખવામાં આવેલા ક્નટેનરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો અંદરથી રૂ.૧૦,૮૪,૬૦૦ની કિંમતનો કોપર કેબલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શેઠવડાળાથી જશાપર ગામ તરફ જતા રસ્તા પર સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવર લોકેશન નં.૫૦૫ પાસે પતરાનો માલસામાન રાખવા માટે ક્નટે​​​​​​​નર મૂકવામાં આવ્યું હતું. તા.૨૪ જુલાઇની રાત્રે ૧૧ વાગ્યાથી તા.૨૫ જુલાઇની સવારે ૮ વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોરે ક્ધટેનરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરે ક્નટે​​​​​​​નરમાં રાખેલા કોપર કેબલ વાયરના લાકડાના ડ્રમમાંથી આશરે ૩૭૪ મીટર કોપર કેબલ ચોરી કરી લીધો હતો. એક મીટર કોપર કેબલની કિંમત રૂ.૨,૯૦૦ ગણતાં કુલ રૂ.૧૦,૮૪,૬૦૦ની કિંમતનો કેબલ ચોરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે ધ્રાફા ગામના અને રાજવી સિક્યુરિટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ તા.૧૫ ઓગસ્ટના રોજ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

શેઠવડાળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૨), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application