જામનગર: ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની અટક
૨૧ હજારની રોકડ રકમ અને ૫૨ ગંજીપત્તા કબજે
જામનગરના ગોકુલનગર મયુરનગર શેરી નં.૩માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પાંચ મહિલા અને બે પુરુષ સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી મયુરનગરના ઇલાબા મહિપતસિંહ જાડેજા, પાણાખાણના કાંતાબેન ચીનાભાઈ કુનતીયા, સાયોના શેરીના દિનુબેન ઉર્ફે ટીનાબેન નાનજી વાઘેલા, ગોકુલનગરના ગીતાબેન દિનેશભાઈ રીબડીયા, રસીલાબેન કિશોરભાઈ મકવાણા, ગાગવા ગામના દિગવીજયસિંહ ભુપતસિંહ જાડેજા અને સિકકા ગામના હરદીપસિંહ ચંદુભા ચુડાસમા મળી આવ્યા હતા.
પોલીસે તમામ પાસેથી મળી આવેલી રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જુગારના સ્થળેથી મળેલી રોકડ સહિત કુલ રૂ.૨૧,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ અને ૫૨ ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે તમામ સાત સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
