જામનગર: કોપરનો ૫ ટન માલ ખરીદી હાથ ઉંચા કરી દીધાની ૮ સામે ફરીયાદ

  • August 19, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કોપરનો ૫ ટન માલ ખરીદી હાથ ઉંચા કરી દીધાની ૮ સામે ફરીયાદ

મોરબીના વેપારી સાથે વ્યાપારીક સબંધ કેળવી કાવતરૂ​​​​​​​ રચી વિશ્ર્વાસઘાત કર્યો : ૮૧ લાખનો માલ ખરીદી પેમેન્ટ ચુકવ્યુ નહીં : રાજકોટ, દરેડ સહિતના શખ્સોનું કારસ્તાન : પોલીસ દ્વારા તપાસ

મોરબીના વેપારી સાથે રાજકોટ અને જામનગરના દરેડ જીઆઇડીસીમાં આવેલી પેઢીના શખ્સે સંપર્ક કરીને કોપરનો ૫ ટન માલ ખરીદીને રૂ​​​​​​​પીયા નહીં ચુકવીને ૮૧ લાખની છેતરપીંડી કર્યાની ૮ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા સહિતની તપાસ લંબાવવમાં આવી છે.

મોરબીના ભકિતનગર પાસે આવેલ ધર્મસૃષ્ટી સોસાયટી શેરી નં. ૮માં રહેતા વેપારી મિત દેવાભાઇ અવાડીયાએ ગઇકાલે પંચકોશી-બીમાં રાજકોટના એકટીવ એન્ટરપ્રાઇઝના ગોપાલ મનસુખ પટેલ, દરેડ જીઆઇડીસી ફેસ-૩ પ્લોટ નં. ૪૧૧૭, શ્રીજી એન્ટરપ્રાઇઝવાળા પરેશ દેવશી ગોહિલ, દેવીસિંહ ખેમસિંહ ખરવડ, હાફીસ, ભુપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા અને દરેડ જીઆઇડીસી સાવરીયા મેટલસ-વિનોદકુમાર બાહેદીયા નામના આઠ શખ્સો સામે બીએનએસ કલમ ૩૧૬(૫), ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આરોપીઓએ સાથે મળીને પુર્વ આયોજીવત કાવત‚ રચી અને કાવતરાના ભાગરૂ​​​​​​​પે આરોપી ગોપાલે ફરીયાદી સાથે વ્યાપારીક સબંધ કેળવીને આરોપી પરેશની સાથે સંપર્ક કરાવી ફરીયાદી સાથે વ્યાપારીક સબંધ કેળવીને તેમની સાથે પેઢીનો ટ્રેડ એગ્રીમેન્ટ કરી ફરીયાદી વેપારી પાસેથી મિલબેરી પ્રકારના કોપરનો ૫ ટન (૫ હજાર કિલો) માલ જે ૧ કીલોનો ભાવ ૧૩૭૧ લેખે કુલ કિ. ૮૧.૦૪.૧૨૩ જીએસટી સહિતનો ખરીદ કરીને તેના રૂપીયા નહીં ચુકવવાની ગણતરીએ ફરીયાદીને પેમેન્ટ ચુકવી આપવાના વાયદાઓ કરવામાં આવતા હતા.

આરોપીઓએ પેમેન્ટ નહી ચુકવેલ અને તે માલ ઉપરાંત તમામ આરોપીઓએ સાથે મળી સગેવગે કરી ફરીયાદી સાથે વ્યાપારીક વિશ્ર્વાસઘાત કર્યો હતો. દરમ્યાનમાં મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે. જયાં ઉપરોકત શખ્સો સામે કાવતરૂ​​​​​​​ રચી માલનું પેમેન્ટ નહી આપી વિશ્ર્વાસઘાત કર્યાની આઠ સામે ફરીયાદ કરવામાં આવતા પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ચિટીંગનો મામલો પોલીસ દફતરે પહોચતા કારખાનેદારોમાં ચકચાર વ્યાપી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application