હાલારમાં ૧૨૫ વીજજોડાણમાં અધધધ..રૂ.૧.૫૦ કરોડની ગેરરીતિ
દરોડા: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજકંપનીની ૫૧ ટુકડીએ ૭૦૦ જોડાણ ચેક કર્યા
રૂ.૧૦ અને ૫ લાખની પાવરચોરીના પર્દાફાશથી વીજતંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા
હાલારમાં ૧૨૫ વીજજોડાણમાં અધધ..રૂ.૧.૫૦ કરોડની ગેરરીતિ ખૂલી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજકંપનીની ૫૧ ટુકડીએ ૭૦૦ જોડાણ ચેક કર્યા હતાં. મેગા ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન રૂ.૧૦ અને ૫ લાખની પાવરચોરીનો પર્દાફાશ થતાં વીજતંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
જામનગર છેલ્લાં ઘણાં વર્ષોથી ટી એન્ડ ડી લોસમાં સૌરાષ્ટ્રમાં અવ્વલ હોય વીજકંપની દ્વારા છાશવારે વીજચેકીંગ કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી ડામવા ગઇકાલે વીજકંપનીની ૫૧ ટીમોએ ચુસ્ત બંદોબસ્ત સાથે જામનગર શહેર અને ગ્રામ્ય તથા ખંભાળિયા સબ ડિવિઝન હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડયા હતાં. આ દરમ્યાન વીજજોડાણો અને વીજવપરાશની તપાસ કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ કામગીરી અંતર્ગત કુલ ૭૦૦ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૨૫ વીજકનેકશનમાંથી અધધ..રૂ.૧.૫૦ કરોડની વીજચોરી ઝડપાઇ હતી. વીજચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ચેકીંગ કામગીરીની વીડીયોગ્રાફી કરવામાં આવી હતી. સોમવાર અને મંગળવારે શહેરના સ્લમ વિસ્તારો ઉપરાંત જામનગર ગ્રામ્ય, લાલપુર અને ધ્રોલ પંથકમાં સઘન વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ ૧૪૩ થી વધુ સ્થળોએ વીજચોરી ખૂલી હતી અને તમામ આસામી સામે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે. નોંધાયેલી ફરિયાદો પૈકી ૬૦ કીસ્સામાં રૂ.૧ લાખથી વધુની વીજચોરી ખૂલી હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે જામનગર શહેર, ગ્રામ્ય તેમજ ખંભાળિયા સબ ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના નાગનાથ ગેઇટ, નદીપા રોડ, અંબાજી ચોક સહીતના વિસ્તારોમાં વીજટુકડીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. ચેકીંગ દરમ્યાન રૂ.૧૦ અને ૫ લાખની વીજચોરીના કેસ નોંધાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.અત્રે નોંધનીય છે કે, વીજકંપની દ્વારા શહેર-જિલ્લામાં છાશવારે વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આટલું જ નહીં ચેકીંગ દરમ્યાન કરોડોની વીજચોરી પણ પકડાઇ છે. આમ છતાં વીજચોરીનું દૂષણ યથાવત રહેતા ચેકીંગ કામગીરી અને ત્યારબાદ થતી વસૂલાત સામે અનેક સવાલો ઉઠયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
