રાજયમાંથી આફ્રિકા મોકલેલા રૂ.૧૬૮ કરોડના મશીનમાં કૌંભાડ, જામનગરની ૬ ૫ેઢીની સંડોવણી..!
કારસ્તાન:ડીઆરઆઇની તપાસમાં રૂ.૪૭ કરોડનું બોગસ રીફંડ મેળવ્યાનો અને સાતેક વર્ષથી કૌંભાડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ
સ્પેરપાર્ટસના નામે જતા ક્નસાઇટમેન્ટ અટકાવતા ગેરરીતિનો પર્દાફાશ: આફ્રીકામાં ગેરકાયદે ખનનમાં મશીનનો ઉપયોગ: મસમોટું રેકેટ ખૂલતા અધિકારીઓ ચોંકી ઉઠયા
રાજયમાંથી આફ્રીકા મોકલેલા રૂ.૧૬૮ કરોડના મશીનના કૌંભાડનો ઘટસ્ફોટ ડીઆરઆઇની તપાસમાં થયો છે. આટલું જ નહીં આ કૌંભાડમાં જામનગરની ૬ પેઢીની સંડોવણી હોવાનો પર્દાફાશ થતા ભારે ચકચારની સાથે ખળભળાટ મચી ગયો છે. ડીઆરઆઇની તપાસમાં રૂ.૪૭ કરોડનું બોગસ રીફંડ મેળવ્યાનો અને સાતેક વર્ષથી કૌંભાડ ચાલતું હોવાની ચોંકાવનારી હકીકતો ખૂલી છે. મુંબઇની ન્હાવાશેવા પોલીસે સ્પેરપાર્ટસના નામે જતા ક્નસાઇટમેન્ટ અટકાવતા આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો છે. આટલું જ નહીં રાજયમાંથી મોકલેલા આ મશીનનળો આફ્રીકામાં ગેરકાયદે ખનનમાં ઉપયોગ થતો હોવાનું મસમોટું રેકેટ ખૂલતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર અને અમદાવાદના ભેજાબાજ નિકાસકારો દ્વારા ખોટી રીતે ખનનમાં વપરાતા મશીનોની રૂ.૧૬૮ કરોડની આફ્રિકા નિકાસ કરી સરકારમાંથી રૂ.૪૭ કરોડનું બોગસ રીફન્ડ લઈ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં અમદાવાદની સાથે રાજકોટની ઈન્ડો-આફ્રિકા ટ્રેડ લીંક, આશુતોષ ઈમ્પેક્ષ,ન્યુએરા ઓવરસીસ,મનન એક્ષપોર્ટ-ઈમ્પોર્ટ અને જામનગરની એસ.એસ.એમ.એકઝીમ, લાર્સન એક્ષપોર્ટસ,જગદંબા એન્ટરપ્રાઈઝ, બ્રાવટ એક્ષપોર્ટસ, ખોડલ એક્ષપોર્ટ એન્ડ ઓવરસીસ લીમીટેડ,ટ્રાન્સગ્લોબ ઈમ્પોર્ટ એન્ડ એક્ષપોર્ટસ પેઢીની સંડોવણી પણ ખૂલી છે. મુંબઈના ન્હાવાશેવા પોલીસે આ મશીનોના સ્પેરપાર્ટસના ક્ધસાઈટમેન્ટો પકડી સમગ્ર કૌભાંડનો પદાર્ફાશ કરી મુંદ્વા કસ્ટમ્સને પત્ર લખી એલર્ટ આપ્યું છે.
આ મશીનો ન્હાવાશેવા ઉપરાંત મુંદરા પોર્ટ પરથી પણ નિકાસ કરવામા આવ્યા હોવાનું બહાર આવતા મુંદ્વા કસ્ટમે તમામ સીએફએસને આ બાબતે જાણ કરી છે. કારણ કે, ખનન માટે વપરાતા જે.સી. બી,હીટાચી અને એકસેવટર જેવા મશીનોની નિકાસ કરવી હોય તો જે તે કંપનીનું એનઓસી હોવું જરૂરી છે. જો નિકાસકાર દ્વારા એનઓસી લઈને મશીનોની ખરીદી કરવામા આવે તો દોઢ ગણી કિંમત ચુકવવી પડે એટલે નિકાસકાર દ્વારા દેશમાં જ વાપરવામા આવનાર હોવાનું જણાવીને રૂ.૪૨ લાખમાં મશીનો ખરીદવામા આવતા હતા.બાદમાં નિકાસકારો દ્વારા આ મશીનોના સ્પેરપાર્ટસ અલગ કરી નાખવામા આવતા હતા અને આ સ્પેરપાર્ટસ ન્હાવાશેવા અને મુંદ્વા સીએફએસ અથવા તો બફર ક્નટેનરમાં ભરીને કાયદેસર શીપીંગબીલ ફાઈલ કરીને આફ્રિકાના ટાન્ઝાનિયા, જાંબિયા, યુગાન્ડા, કોંગો, ધાના, જોહનીસબર્ગ રવાના કરવામા આવતા હતા.એક્ષપોર્ટની સાયકલ પૂરી થઈ જાય પછી નિકાસકારો દ્વારા રીફન્ડ,ડ્રો-બેક અને રોડપની સાયકલ શરૂ કરવામા આવતી હતી. આ સ્પેરપાર્ટસ પર ૧૮ ટકા રીફન્ડ, ૧૨ ટકા ડ્રો-બેક સરકાર દ્વારા ચુકવવામા આવે છે,એટલે એક વર્ષમાં રૂ.૪૭ કરોડનું રીફન્ડ આ ભેજાબાજ નિકાસકારો દ્વારા ગપચાવી લેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.જોકે હવે મુંબઈ ડીઆરઆઇ દ્વારા આ બાબતની તપાસનો ધમધમાટ શરૂ કરી મુંદ્વા કસ્ટમ્સ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે એટલે આગામી રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ડી.આર.આઈ અને કસ્ટમ્સ દ્વારા તપાસ અને દરોડાની મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. અત્રે નોંધનીય છે કે, ન્હાવાશેવા અને મુંદરા પોર્ટ પરથી સ્થાનિક કસ્ટમ્સ સાથે સેટીંગ કરી આફ્રિકા નિકાસ કરવામા આવેલ મશીનો ત્યાં આગળ ગેરકાયદે ખનનની પ્રવૃતિમાં વાપરવામા આવે છે.ટાન્ઝાનિયા,કોંગો,ઘાના જેવા દેશોમાં માત્ર પાંચ મીટર ખનન કરવામા આવે તો કોપર, બ્રાસ સહિતની ખનીજો મળી રહી હોવાથી ત્યાં આગળ આવા મશીનોની ભારે ડિમાન્ડ છે.
મશીનનું ભાડું ડોલરમાં, આવકના હવાલા પડે છે:
આફ્રિકાના દેશોમાં જે ગેરકાયદે ખનનમાં મશીનો ભાડે લેવામાં આવે છે તેનું એક દિવસનું ભાડુ ૮૦૦ થી ૧૦૦૦ ડોલર ચુકવવામા આવે છે.આટું મોટું ભાડુ મળી રહ્યું હોવાથી કેટલાય લોકો આ ગેરકાયદે મશીનોની આયાત કરી ખનન કરતા લોકોને ભાડે આપી રહ્યા છે. આ નાણાં સરકારી ચેનલ મારફત નહીં પણ હવાલા મારફત ભારત પહોચાડવામા આવે છે.કેમકે મશીનો ગેરકાયદે ભારતમાંથી નિકાસ થયા છે અને તેથી ઓફિસીયલી પેમેન્ટ મળે નહીં આથી હવાલાનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ એરપોર્ટને મળ્યા નવા ડાયરેક્ટર, ધનંજય કે.આર.સિંગ સંભાળશે જવાબદારી, જાણો તેમના વિશે
September 22, 2026 03:16 PMઆંગણવાડી કાર્યકરો કરશે આંદોલન રાજ્ય સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ
September 22, 2026 02:31 PMનજીવી બાબતે યુવકને છરી ઝીંકનાર શખસની માતાએ મહિલાને લાફા માર્યા
September 22, 2026 02:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
