ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ પ્રદર્શન અને મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ યોજાયેલા આ આંદોલનમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ હાજરી આપી હતી. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે બહેનો દ્વારા સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.આ સમયગાળા દરમિયાન પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ નહીં આવે, તો આગામી ૧લી ઓક્ટોબરથી કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી બહેનો દ્વારા કાર્યકરને 18000 રૂપિયા અને તેડાગરને 13000 રૂપિયા વચગાળાની રાહત તરીકે ચૂકવવામાં આવે તેવી માગ છે. તેડાગરને કાર્યકરમાં તેમજ કાર્યકરને મુખ્ય સેવિકામાં સિનિયૉરિટી અને લાયકાતના ધોરણે ખાલી જગ્યાઓમાં ૫૦ ટકા જગ્યાએ નામ નિયુક્તિ કરવાની માંગણી છે.તેડાગરને કાર્યકરમાં સમાવવા માટે ૧૦ વર્ષના અનુભવની વય મર્યાદા દૂર કરવા રજૂઆત કરાઈ હતી. આઈસીડીએસ સિવાયની અન્ય કામગીરી આંગણવાડી કાર્યકરો પાસે ન કરાવવાની બહેનોએ માંગ કરી છે. પ્રાથમિક સ્કૂલના ધોરણે જ આંગણવાડીનો સમય, જાહેર રજાઓ અને વેકેશનની સુવિધા આપવી તેમજ એપીટી અને ફેસકેપ્ચરીગ જેવી જટિલ પ્રક્રિયા હળવી કરવા તથા પર્સનલ ફોનમાં કામગીરીનો આગ્રહ ન રાખવા અપીલ કરાઈ છે.પોષણ સુધા યોજનાના રેટ વધારવા તેમજ માનદ વેતન સહિત તમામ પ્રકારના ચૂકવણા ૧ થી ૫ તારીખ સુધીમાં કરવા માટે લાંબા સમયથી રજૂઆતો થઈ રહી છે. લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે બહેનોની ધૈર્ય ખૂટતાં મંચ પરથી સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અને જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ એરપોર્ટને મળ્યા નવા ડાયરેક્ટર, ધનંજય કે.આર.સિંગ સંભાળશે જવાબદારી, જાણો તેમના વિશે
September 22, 2026 03:16 PMઆંગણવાડી કાર્યકરો કરશે આંદોલન રાજ્ય સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ
September 22, 2026 02:31 PMનજીવી બાબતે યુવકને છરી ઝીંકનાર શખસની માતાએ મહિલાને લાફા માર્યા
September 22, 2026 02:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
