ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું.
આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા, મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં ફાયર ટીમે બોટ દ્વારા શાળાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અંદાજે 50 મીટર દૂર ફસાયેલા બાળકો સાથે સંપર્ક કરવામાં આવ્યો.વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થળ પર માનવ સાંકળ બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા.ઘટનામાં કોઈ પણ બાળકને ઇજા કે જાનહાની થઇ નથી.તમામ બાળકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
ઉલ્લેખનીય છે કે,સાવચેતીના ભાગરૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી.જામનગરથી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતું.
આવી જ બીજી એક ઘટનામાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામ પાસે પીપાવાવ ધામમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સંપની કામગીરી ચાલુ હતી તે સ્થળે ભારે વરસાદને કારણે ફસાયેલા તમામ 22 નું ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech