દેવભૂમિ દ્વારકા: ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૩ ટકા મતદાન : આવતીકાલે મતગણતરી
ઓખા નગરપાલિકાના નવ વોર્ડ પૈકી આઠ વોર્ડના ૭૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, ભાડથર જિ.પં.ની પેટા ચૂંટણીમાં ૬૫ ટકા: આવતીકાલે મતગણતરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે ઓખા નગરપાલિકા તેમજ ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં ગત સાંજે ૬ વાગ્યા સુધીમાં ઓખામાં ૬૩ ટકા અને ભાડથર જિલ્લા પંચાયત માટે ૬૫ ટકા મતદાન થવા પામ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૩, ભાડથર બેઠકના સદસ્ય ડો. પી.વી. કંડોરીયાના થોડા સમય પૂર્વે થયેલા અવસાનના કારણે ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઈકાલે થયેલા મતદાન પૂર્વે છેલ્લા કેટલાક દિવસોથી ભારે રસાકસી અને ખેંચતાણભર્યો માહોલ સર્જાયો હતો.
ખંભાળિયા તાલુકાની ભાડથર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ કુલ ૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ૧૭,૨૦૯ મતદાર અને ૨૧ મતદાન મથક સાથેના ભાડથર વિસ્તારમાં પ્રથમ બે કલાકમાં ધીમુ ૭.૧૨ ટકા મતદાન થયું હતું. જે ધીમે ધીમે વેગ પકડતા સાંજે ૫ વાગ્યા સુધીમાં ૬૦.૭૦% અને ૬ વાગ્યા સુધીમાં ૬૫.૪૪ % મતદાન નોંધાયું છે. ગઈકાલના મતદાનમાં સૌથી વધુ મતદાન ઠાકર શેરડી ૨ બૂથમાં ૭૭ ટકા જ્યારે સૌથી ઓછું મતદાન લાલપરડા ૧ બૂથમાં ૪૭ ટકા જેટલું થવા પામ્યું છે.
ખૂબ જ રસાકસીભરી અને ત્રિપાંખિયા જંગવારી ભાડથર બેઠકની ચૂંટણી ખૂબ જ પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હતી. જે માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓના ધાડા મેદાનમાં ઊતરી આવ્યા હતા.
મતદાન દરમિયાન એક સ્થાનિક આગેવાન દ્વારા પોતાની પાર્ટી તરફે મતદારો મતદાન કરે તે માટે રોકડ રકમ આપતા હોવાના કથિત વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. નગરપાલિકાના કુલ ૯ વોર્ડ પૈકી વોર્ડ નં. ૪ બિનહરીફ જાહેર થતાં ૮ વોર્ડના ૩૨ ઉમેદવારો માટે ચૂંટણી જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ ૭૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી રાજકીય પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી હતી. દિવસ દરમિયાન ઓખા નગરપાલિકામાં આશરે ૬૩.૨૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
આ ચૂંટણી માટે ભાજપના ૩૨, કોંગ્રેસના ૨૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં કુલ ૪૦,૭૬૮ મતદારો નોંધાયેલા છે. તેમાંથી વોર્ડ નંબર ૪ના બિનહરીફ જાહેર થયેલા વોર્ડના ૪,૨૪૫ મતદારોને બાદ કરતાં કુલ ૩૬,૫૨૩ મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ૧૯,૦૩૮ પુરુષ મતદારો, ૧૭,૪૮૩ મહિલા મતદારો અને ૨ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ચૂંટણીમાં ૩૯ બીયુ (બેલેટ યુનિટ) અને ૧ સીયુ (કંટ્રોલ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે ૧૯૫ જેટલા પોલિંગ સ્ટાફની ફરજ નિર્ધારિત કરવામાં આવી હતી.
ઓખા નગરપાલિકાનાં કુલ ૩૯ મતદાન મથકો પૈકી ૨૪ મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ મતદાન મથકોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનના અંતે ૬૩.૨૭ ટકા મતદાન જેટલું નોંધાતાં ચૂંટણીનાં પરિણામો અંગે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી હતી.
ગઈકાલે રવિવારે આ બંને ચૂંટણીના મતદાનની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ તમામ મતદારોના ભાવિ ઈ.વી.એમ.માં સીલ થઈ ગયા છે. આવતીકાલે મંગળવારે આ બંને ચૂંટણીની મતગણતરી અલગ અલગ સ્થળે યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની તરફે જીતના દાવાઓ કરાઈ રહ્યા છે.
ખંભાળિયામાં ભાડથર પેટા ચૂંટણી માટે મતદારોને નાણાનું વિતરણ કરવા સબબ સરપંચ સામે ફરિયાદ:
ખંભાળિયા તાલુકાના ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ગઈકાલે રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન મતદારોને રોકડ રકમ આપવામાં આવતી હોવાના સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા વિડીયો સંદર્ભે તંત્રએ જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકરણમાં આરોપી મનાતા સ્થાનિક સરપંચ સામે ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગતો આપતા એ.એસ.પી. પ્રખર કુમારે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર (તા. ખંભાળિયા) બેઠક માટે રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીના મતદાનમાં મતદારોને રિઝવવા માટે નાણાની લાલચ અંગેનો કથિત વિડીયો ધ્યાનમાં આવતા પોલીસે કરેલી કાર્યવાહીમાં ભાડથર ગામના સરપંચ સામત બાબુભાઈ કંડોરીયા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ કથિત બનાવને અનુલક્ષીને સરપંચ દ્વારા ચોક્કસ ઉમેદવાર કે રાજકીય પક્ષ તરફે મતદાન કરવા પ્રેરિત કરીને મતદારોને નાણાંનું વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે બી.એન.એસ. ની કલમ ૧૭૩ તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગુનો નોંધી, આ સંદર્ભે ચૂંટણી અધિકારી તેમજ રાજ્ય ચૂંટણી પંચને પણ જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
