જામનગર શહેરમાં ૭મી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ
૧૫૦ થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: ઉત્કૃષ્ટ ખેલાડીઓને કરાયા સન્માનિત
જામનગર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ૭મી જામનગર યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં યોગાસનને એક સ્પોર્ટ્સ તરીકે વધુ વ્યાપક બનાવવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓને જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનું આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થયું હતું.
આ ચેમ્પિયનશિપમાં જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૫૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ વિવિધ ઉંમર કેટેગરીમાં યોગાસન સ્પોર્ટ્સની વિવિધ ઇવેન્ટમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કિશનભાઇ માડમ તથા વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી કેશુરભાઈ વારોતરિયા, ડો . અર્પણ ભટ્ટ , વિજયસિંઘ આર્ય , કિર્તીભાઇ વગેરે જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચેમ્પિયનશિપ દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગાસનને માત્ર યોગની પરંપરા પૂરતું મર્યાદિત ન રાખીને તેને સ્પોર્ટ્સ તરીકે વિકસાવવા, ખેલાડીઓને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ આપવા અને જિલ્લા કક્ષાથી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સફર માટે તૈયાર કરવા માટે જામનગર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ન કોઓર્ડિનેટર ડો. ભારતી સોલંકી અને તેમની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ ખેલાડીઓને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓ આગામી યોજાનારી રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં જામનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે ભાગ લેશે અને જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
