ટાટની પરીક્ષામાં ૮૬.૩૪ ટકા ઉમેદવારે હાજર રહ્યા

  • May 04, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટાટ- માધ્યમિકની પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યના ૨.૧૦ લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે ૧.૮૧ લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૨૮ હજાર કરતા વધુ ગેરહાજર રહ્યા હતા. આમ, એકંદરે ૮૬.૩૪ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ પરિક્ષા રાજ્યના ૬ જિલ્લામાં ૧૦૫૮ પરીક્ષા કેન્દ્રોના ૧૦ હજાર કરતા વધુ બ્લોકમાં લેવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણુંક માટે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન ગતરોજ કરવામાં આવ્યું હતું. બપોરના ૩ વાગ્યાથી ૬ વાગ્યાદરમિયાન આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાઓમાં લેવામાં આવી હતી. પરીક્ષા માટે કુલ ૧૦૫૮ પરીક્ષા કેન્દ્રો અને ૧૦૫૭૫ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી કુલ ૨૧૦૫૮૦ ઉમેદવારો નોંધાયા હતા. દરમિયાન, રવિવારના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૨૧૦૫૮૦ ઉમેદવારો પૈકી ૧૮૧૮૨૨ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૨૮૭૫૮ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, એકંદરે ૮૬.૩૪ ટકા હાજરી પરીક્ષામાં નોંધાઈ હતી. જિલ્લા પ્રમાણે જોઈએ તો, અમદાવાદ શહેરમાં ૩૨૮૨૮ ઉમેદવારોમાંથી ૨૮૫૫૫ હાજર અને ૪૨૭૪ ગેરહાજર રહ્યા હતા. આમ, શહેરમાં ૮૬.૯૮ ટકા હાજરી નોંધાઈ હતી. અમદાવાદ ગ્રામ્યમાં
૨૭૯૨૧ ઉમેદવારોમાંથી ૨૪૧૬૮ હાજર અને ૩૭૫૩ ગેરહાજર રહ્યા હતા. ગ્રામ્યની હાજરી ૮૬.૫૬ ટકા રહી હતી. ગાંધીનગરમાં ૨૧૯૮૫ ઉમેદવારોમાંથી ૧૯૨૦૩ હાજર અને ૨૭૮૨ ગેરહાજર સાથે ૮૭.૩૫ ટકા હાજરી, રાજકોટમાં ૩૩૩૦૩ ઉમેદવારોમાંથી ૨૯૩૭૬ હાજર અને ૩૯૨૭ ગેરહાજર સાથે ૮૮.૨૧ ટકા હાજરી, સુરતમાં ૪૯૪૧૮ ઉમેદવારો પૈકી ૪૦૮૧૬ હાજર અને ૮૬૦૨ ગેરહાજર સાથે ૮૨.૫૯ ટકા હાજરી અને વડોદરામાં ૪૫૧૨૪ ઉમેદવારોમાંથી ૩૯૭૦૪ હાજર અને ૫૪૨૦ ગેરહાજર સાથે ૮૭.૯૯ ટકા હાજરી નોંધાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application