પ્રિયંકા ચોપરાના એક ફોનથી મારું ફિલ્મ ડેબ્યુ અટકી ગયું..!
અભિનેતા રજનીશ દુગ્ગલે જૂની યાદોનો ખજાનો ખોલ્યો, કહ્યું 'ચકીન'માં મારું નામ ઓલમોસ્ટ ફાઇનલ જ હતું, પરંતુ.....
૨૫ અભિનેતા અને મોડેલ છે. તેઓ ૧૯૨૦
ભિનેતા રજનીશ દુગ્ગલ એક ભારતીય (૨૦૦૮), એક પહેલી લીલા (૨૦૧૫), વજહ હો તુમ (૨૦૧૫), લાલ રંગ (૨૦૧૬), અને ડે-જરસ ઈશ્ક (૨૦૧૩) જેવી -ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમણે 'ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયા નો ખિતાબ પણ જીત્યો છે.
તાજેતરમાં, અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાની તક મળી હતી, પરંતુ કોઈ કારણોસર તેમણે આ તક ગુમાવી દીધી
હતી.એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, રજનીશે ખુલાસો કર્યો કે તેમને પ્રિયંકા ચોપરા અભિનીત 'પછીન'માં કામ કરવા માટે લગભગ સાઈન કરવામાં આવ્યા હતા.
રજનીશે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા કોઈ નવા કલાકાર સાથે કામ ફરવા માંગતી નથી. આ વિશે વાત કરતાં રજનીશે કહ્યું, "મારી કારકિર્દીની શરૂઆતમાં એક ઘટના બની હતી, જે "પકીન' નામની ફિલ્મ માટે હતી. તે સમયે, મેં પ્રિવંડા ચોપરા સાથે ફિલ્મ કરવાનો કચર કર્યો હતો. હું તે સમયે ઉદ્યોગમાં સંપૂર્ણપણે નવો હતો. હું અભિનવનો કોર્ષ કરી રહ્યો હતો. અભિનેતાએ આગળ કહ્યું, "પ્રિયંકા ચોપરા પહેલેથી જ એક મોટું
નામ હતું, તેણે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મો કરી હતી.
જુઓ, હું આદરપૂર્વક કહું છું કે મને ખબર પણ નથી કે આ નિર્ણય તેની હતો, તેના મેનેજરનો હતો, કે પ્રોજેટમાં સામેલ દરેકનો હતો, પરંતુ મને રાત્રે ૨ વાગ્યે ફોન આવ્યો જેમાં મને જણાવવામાં આવ્યું કે ફિલ્મમાં સમસ્યા છે.
પ્રિયંકા ચોપરા કોઈ નવા કલાકાર સાથે કામ કરવા માંગતી નથી.રજનીશે ખુલાસો કર્યો કે આનાથી તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો કારણ કે તેણે ફિલ્મની બપી તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. આ પછી, તેના એક મિત્રએ તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરી..