ધોરણ ૧૦ નું આજે વહેલી સવારે પરિણામ જાહેર થયું હતું જેમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ આજે સવારે જાહેર થયું જેમાં ૮૨.૫૬ ટકા પરિણામ સાથે સમગ્ર રાયમાં ગાંધીનગર જિલ્લો ૮૭.૨૨% સાથે મોખરે રહ્યો છે. શ્રે પરિણામ ના લીધે વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપી હોવાથી વિધાર્થીઓએ ચિંતા સાથે કસોટી આપી હતી ત્યારે મહેનતનું ફળ સાં આવતા વિધાર્થીઓ અને વાલીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા.
ગુવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જે પરિણામ પણ રેકોર્ડ બ્રેક રહ્યું હતું આ દિવસે જ શનિવારે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવાની શિક્ષણ બોર્ડ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી જોકે આજે સવારે ૮:૦૦ વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત વિધાર્થીઓને વોટસએપ નંબર પણ આપવામાં આવ્યા હતા જેમાં વિધાર્થીઓની પરીક્ષા ની માર્કશીટ ઘરે બેઠા જોવા મળી હતી.
ધોરણ ૧૦નું છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ૮૨.૫૬ ટકા પરિણામ આવ્યું છે યારે વર્ષ ૨૦૨૩માં ૬૪% પરિણામ રહ્યું હતું આ વર્ષે વિધાર્થીનીઓએ મેદાન માયુ છે. વર્ષ ૨૦૨૩ કરતા આ વર્ષે ૧૭.૯૪% વધુ પરિણામ આવ્યું છે. આ વર્ષે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું ૮૭.૨૨ ટકા પરિણામ આવ્યું છે. એ વન મેળવનારા વિધાર્થીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે આ વર્ષે ૨૩,૨૪૭ વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો.
આ વર્ષે રાયમાં ૯૮૧ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ૬,૯૯,૫૯૮ વિધાર્થીઓએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી. આ વર્ષે અમદાવાદના દાલોદ અને ભાવનગરના તલગાજરડાએ સો ટકા પરિણામ મેળવ્યું છે યારે સૌથી ઓછું પરિણામ ભાવનગર જિલ્લાના તડ કેન્દ્રનું ૪૧.૧૩ ટકા રહ્યું છે. સૌથી વધારે ૮૭.૨૨ ટકા સાથે ગાંધીનગર, સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું ૭૪.૫૭ ટકા પરિણામ નોંધાયું છે
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં સાત ગણો વધારો
પાંચ વર્ષનો રેકોર્ડ ધોરણ ૧૦ ની પરીક્ષા માં તૂટો છે તો સાથે સાથે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં પણ જબરો વધારો થયો છે. ગત વર્ષે માત્ર ૨૭૨ સ્કૂલોએ સો ટકા પરિણામ મેળવી હતું જેની સામે આ વર્ષે ૧૩૮૯ જેટલી શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે. આવી જ રીતે ૩૦% થી ઓછું પરિણામ ધરાવતું શાળાઓમાં ધરખમ ઘટાડો થયો છે ગત વર્ષે ૨૦૨૩ માં ૧૦૮૪ શાળાઓએ ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવ્યું હતું જેની સામે આ વર્ષે માત્ર ૨૬૪ શાળાઓનું ૩૦ ટકાથી ઓછું પરિણામ રહ્યું છે યારે ૭૦ શાળાઓનું ઝીરો ટકા રીઝલ્ટ નોંધાયુ છે
આ વર્ષે વિધાર્થીઓને પાછળ રાખી વિધાર્થીનીઓએ બાજી મારી
ધોરણ ૧૦ માં વિધાર્થીઓ કરતા વિધાર્થીનીઓનું પરિણામ વધારે નોંધાયું છે વિધાર્થીઓનું ૭૯.૧૨ ટકા પરિણામ યારે વિધાર્થીનીઓનું ૮૬.૬૯ પરિણામ આવ્યું છે. જોકે ગત વર્ષે પણ વિધાર્થીનીઓ આગળ રહી હતી પરંતુ તેમના પરિણામમાં આ વર્ષે ૧૬ ટકાનો વધારો થયો છે
ગેરરીતિના કેસમાં વધારો, ૪૦૦ વિધાર્થીઓના પરિણામ અનામત રખાયા
ધોરણ ૧૦ની પરીક્ષામાં આ વર્ષે ગેરરીતીના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. ગત વર્ષે માત્ર ૩૦ નોંધાયા હતા જેની સામે આ વખતે ૧૩૮ ગેરરીતિ ના કેસ થયા છે. સીસીટીવી કેમેરા ફુટેજ ના અનુસંધાને નોંધાયેલા કેસમાં ૪૦૦ વિધાર્થીઓના પરિણામ બોર્ડ દ્રારા અનામત રાખવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech