સપ્લાયરનું નામ ખુલ્યુ : નિકાવામાં શરાબની બોટલ સાથે એકની અટક : બાવરીવાસમાં દેશી દારૂ અંગે દરોડો
જામનગરના ખેતીવાડી સામે ઇન્દીરા કોલોની, શેરી નં. 2માં એક બાતમી આધારે પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 40 બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો, જયારે એકનું નામ ખુલ્યુ હતું. ઉપરાંત કાલાવડના નિકાવા નજીક દારૂની બોટલ અને વાહન સાથે ચારણ પીપળીયાનો શખ્સ ઝપટમાં આવ્યો હતો, તેમજ શહેરના બાવરીવાસ પાસે દેશી દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગરના ખેતીવાડી સામે આવેલી ઇન્દીરા કોલોની શેરી નં. 2માં રહેતા, ડ્રાઇવીંગ કરતા દિલીપ મંગા સુરડીયા નામના શખ્સના રહેણાંક મકાને સીટી-સી ડીવીઝને બાતમી આધારે ગઇકાલે દરોડો પાડયો હતો, દરોડા દરમ્યાન અંગ્રેજી દારૂની 40 બોટલ કિ. 20 હજાર સાથે પકડી લીધો હતો, જયારે તપાસ દરમ્યાન આ દારૂનો જથ્થો જામનગરના બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાએ પુરો પાડયો હતો. જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય દરોડામાં કાલાવડના ચારણ પીપળીયા ગામમાં રહેતા અજય રાખસીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ તથા વાહન સાથે નિકાવા પાસેથી નીકળતા ગ્રામ્ય પોલીસે પકડી પાડી કુલ 15500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત જામનગરના ખુલ્લી ફાટક બાવરીવાસ ખાતે રહેતી બેજવંતી વિજય કોળીના રહેણાંકે પોલીસે દરોડો પાડી પાંચ લીટર દેશી દારૂ, 40 લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબ્જે કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech