નૈઋત્યના ચોમાસાએ ગઈકાલે આંદામાન- નિકોબાર, બંગાળની ખાડીના દક્ષિણ તરફના અમુક વિસ્તારમાં એન્ટ્રી લીધા પછી એકાએક દેશભરના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન અને ટ્રફ જેવી અનેક સિસ્ટમ એક્ટિવેટ થતા ગુજરાતમાં આજે અમુક ભાગમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જ્યારે દેશના અનેક રાજ્યોમાં આજથી આગામી તારીખ 17 સુધી તોફાની પવન વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
અનેક નવી સિસ્ટમ ઉભી થઈ
અનેક નવી સિસ્ટમ ઉભી થવાના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જોરદાર કરંટ જોવા મળે છે. સૌરાષ્ટ્રથી અરબી સમુદ્રના ઇસ્ટ સેન્ટ્રલ ભાગ સુધી એક ટ્રફ દરિયાની સપાટીથી 3.1 થી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર છવાયું છે. પવનની ગતિ દરિયામાં પ્રતિ કલાક 50 કિલોમીટર આસપાસની થઈ ગઈ છે અને તેના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
મેઘાલયમાં તો એક્સ્ટ્રીમલી હેવી રેઇન માટેનું રેડ એલર્ટ જાહેર
અરબી સમુદ્રમાં ટ્રફ, ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાલય રિજીયન પશ્ચિમ બંગાળ આસામ અને અંદામાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનો જોવા મળ્યા છે. વિદર્ભથી કેરલાની દરિયા પટ્ટીમાં ટ્રફ જોવા મળે છે. આ બધી સિસ્ટમના કારણે આસામ અરુણાચલ નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મેઘાલયમાં તો એક્સ્ટ્રીમલી હેવી રેઇન માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજથી તારીખ 17 સુધી અને ગુજરાતમાં મધ્યમ વરસાદની ચેતવણી
આ ઉપરાંત કોકણ ગોવા મહારાષ્ટ્રમાં આજથી તારીખ 17 સુધી અને ગુજરાતમાં આજે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ સરેરાશ 40 થી 50 કિલોમીટર આસપાસ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશ કેરલા કર્ણાટક તામિલનાડુ પુડીચેરી અને તેલંગાણામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ બંગાળ બિહાર અંદામાન નિકોબાર રાજસ્થાન સીકકીમ અને ઉતરાખંડમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈરૂત્યનું ચોમાસું આગામી ત્રણ થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ તરફના ભાગમાં, માલદીવના કોમોરિન એરિયામાં, બંગાળની ખાડીના દક્ષિણ તરફના વધુ ભાગમાં, અંદામાન અને નિકોબારના સમગ્ર વિસ્તારને કવર કરી લેશે એવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીને અરુણાચલની જગ્યાઓના નામ બદલ્યા, ભારતે હકીકત બદલાશે નહી
May 14, 2025 03:04 PMજિલ્લામાં ૯ નવાં રજીસ્ટ્રેશન અને ૧૧ રિન્યુઅલ રજીસ્ટ્રેશન રદ કરવાનાં નિર્ણયને બહાલી
May 14, 2025 03:03 PMભારતનો ચીની સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના એક્સ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ
May 14, 2025 03:02 PMઆગામી ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે
May 14, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech