જામનગરના મોમાઈ નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગોંડલમાં રહેતા પોતાના દારૂડિયા પ્રતિ સામે મારકુટ અને ત્રાસ અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસનો દોર ગોંડલ સુધી લંબાવ્યો છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના મોમાઈનગર શેરી નંબર -૩ માં રહેતી નીધીબેન અશ્વિનભાઈ મકવાણા નામની ૩૦ વર્ષની યુવતી, કે જેણે ગઈકાલે મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગોંડલમાં રહેતા પોતાના પતિ અશ્વિનભાઈ ધીરુભાઈ મકવાણા સામે દારૂનો નશો કરીને અવાર નવાર શારીરિક ને માનસિક ત્રાસ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નિધીબેન ને તેણી નો પતિ અશ્વિન મકવાણા પોતાના લગ્નજીવન દરમિયાન અવારનવાર ઘરે દારૂ પીને આવતો હતો, અને પોતાને મારકુટ કરી ગાળો આપતો હોવાથી તેના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું હતું, અને પોતાના માવતરે રહેવા આવી ગયા પછી આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ નો દોર ગોંડલ તરફ લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં યુવાન ઉપર જીવલેણ હુમલો
May 17, 2025 11:21 AMદેવભુમી દ્વારકા જીલ્લામાં એટીએસનું ગુપ્ત ઓપરેશન
May 17, 2025 11:19 AMહેરાફેરી 3 માંથી પરેશ રાવલ આઉટ
May 17, 2025 11:18 AMબોલીવુડના કલાકારોનું મૌન ફોલોઅર્સ ગુમાવવાની બીકે છે
May 17, 2025 11:16 AMયમન પર ઇઝરાયલનો હુમલો, હુતી આતંકી સંગઠનના બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું
May 17, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech