પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ

  • May 17, 2025 04:42 PM 

જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.


ઉપરાંત જામનગર જીલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તથા પદાધીકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજુઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. 


આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં દિન-દયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન, શહેરી ફેરીયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,ભૂગર્ભ ગટર શાખા, અમૃત ૨.૦ ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટ, વોટર વર્કસ શાખા, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમો યોજના, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્સ્વ ગ્રેડ, સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડીંગ નવીનીકરણ, પી.એમ. પોષણ યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, આઈસીડીએસ વિભાગની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તથા લગત વિભાગના અધિકારીઓએ આ યોજનાઓ અંતર્ગત થઇ રહેલી કામગીરી અંગે સાંસદ માહિતગાર કર્યા હતા. 


આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રેલ્વે વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જીલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સાંસદશ્રીએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.


આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી જીલ્લામાં નિયમિત પાણી વિતરણ કરવા, જરૂર હોય તે જગ્યાઓ પર પાણી વિતરણનો જથ્થો વધારવા તથા પ્રિ-મોન્સુન કામગીરી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજુઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે.   


 
આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે સાંસદ દ્વારા આપવામાં આવેલા સૂચનો ધ્યાને લઇ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા તથા લોકોની રજુઆતોને ધ્યાને લઇ અગત્યના કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.  


આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિ​​​​​​​કલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો , ડી.આર.ડી.એ. નિયામક શારદા કાથડ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યઓ, તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application