જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ માં આવતી કેનાલ ની સફાઈ નું કામ આજથી શરૂ કરી દેવાયું

  • May 17, 2025 05:17 PM 

 પ્રિ મોનસુન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ દૂર કરવા અને કચરો વગેરે સાફ કરવા માટે જે.સી.બી. મશીનો કામે લગાવાયા
​​​​​​​

જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી સીઝન ને લઈને પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી લેવામાં આવી છે, અને જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં કેનાલ મારફતે પાણી પહોંચી શકે તે માટેની દરેડ થી જામનગર સુધીની કેનાલની સફાઈ કામગીરીનો પણ આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.


​​​​​​​પ્રિ મોનસૂન કામગીરીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા દરેડ થી જામનગર સુધી આવતી લાંબી કેનાલમાં અલગ અલગ સ્થળે જેસીબી મશીન વગેરે ગોઠવી દઈ ઝાડની ડાળીઓ દૂર કરવા તેમજ કેનાલ ની અંદર પડેલો કચરો ઉપાડી લેવા માટેની કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application