પરમાણુ ધમકીથી ડરતા નથી, 100 કિમી અંદર ઘૂસી પાકિસ્તાનમાં આતંકી કેમ્પ ધ્વસ્ત કર્યા: અમિત શાહનો હુંકાર

  • May 17, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત પ્રવાસ દરમિયાન કોલવડામાં એક જાહેરસભાને સંબોધતા પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી અને અમારી સેનાએ પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદી કેમ્પનો નાશ કર્યો છે.


જૂઓ સંપૂર્ણ સ્પીચ

https://x.com/AmitShah/status/1923730145786917236


અમિત શાહે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા કહ્યું કે પહલગામમાં થયેલા ક્રૂર હુમલાનો જવાબ ભારતીય સેનાએ જૈશ એ મહોમદ અને લશ્કરે તૌયબાના હેડક્વાટરને ધ્વસ્ત કરીને આપ્યો છે. તેમણે ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.


ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ આપણા આતંકી રહેઠાણો પર હુમલાના જવાબમાં કચ્છથી કાશ્મીર સુધી નિર્દોષ લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમના કારણે તેઓ સફળ થયા નથી. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યું છે અને પાકિસ્તાન ડરનો અનુભવ કરી રહ્યું છે. ઉરી અને પુલવામાના હુમલાનો જવાબ સર્જીકલ અને એર સ્ટ્રાઈકથી આપવામાં આવ્યો હતો અને હવે 'ઓપરેશન સિંદૂર'થી આતંકવાદીઓના હેડક્વાટરનો સફાયો કરવામાં આવ્યો છે. અમિત શાહે ભારપૂર્વક કહ્યું કે દેશને સુરક્ષિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application