બેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ

  • May 17, 2025 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે IPL મેચના ટૉસમાં વિલંબ થઈ રહ્યો છે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે ૭:૩૦ વાગ્યાથી રમાવાનો છે. ભારે વરસાદ છતાં ફેન્સ કોહલીને ટ્રિબ્યૂટ આપવા માટે ૧૮ નંબરની સફેદ જર્સીમાં પહોંચી રહ્યા છે. એક ફેને પોતાના શરીર પર વિરાટ કોહલીનું ટેટૂ પણ કરાવ્યું છે. વિરાટે ૧૨ મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.



આ મુકાબલામાં વિરાટ કોહલી વર્તમાન સિઝનના ટોપ સ્કોરર બની શકે છે. તેઓ ૫૦૫ રનની સાથે ચોથા સ્થાને છે. કોહલી ઓરેન્જ કેપથી ૫ રન દૂર છે. બંને ટીમો સિઝનમાં બીજી વખત સામસામે ટકરાશે. આ સિઝનનો પહેલો જ મેચ આ બંને ટીમો વચ્ચે રમાયો હતો. તે મેચમાં બેંગલુરુએ કોલકાતાને ૭ વિકેટે હરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application