મેઘપરમાં કારે એકટીવાને હડફેટે લેતા વૃઘ્ધનો ભોગ લેવાયો: જામનગરમાં બાઇકની ટકકરમાં પિતા-પુત્ર ઘાયલ
જામનગર નજીક મોખાણા ગામ પાસેના નવા બ્રિજ ઉપર મકર સંક્રાંતિના પર્વના દિવસે સવારે કાર અને રિક્ષા વચ્ચે આકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા ચાલક યુવાનનું મૃત્યુ નીપજયું હતું. અન્ય બનાવમાં મેઘપર પાસે કારે એકટીવાને ઠોકર મારતા એક વૃઘ્ધનો ભોગ લેવાયો હતો, જયારે જામનગરમાં બે બાઇકની ટકકરમાં પિતા-પુત્રને ઇજા પહોચી હતી.
જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતો પરબતભાઈ મકવાણા નામનો રીક્ષા ચાલક મકરસંક્રાંતિના પર્વના દિવસે સવારે પોતાની રિક્ષામાં શાક બકાલું ભરીને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે રીક્ષાને ટક્કર મારી દેતાં રીક્ષા પડીકું વળી ગઈ હતી, અને તેમાં રહેલું શાકભાજી પણ માર્ગ પર વેરણ છેરણ થયું હતું.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક પરબતભાઈ આહીરને ગંભીર ઇજા થઇ હોવાથી તેને 108 મારફત સારવારમાં લઇ જતા જયાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે નવા મોખાણા ગામમાં રહેતા પરેશ પરબતભાઇ મકવાણા (ઉ.વ.33) નામના યુવાને પંચ-બીમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે10ડીઆર-2927ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતું કે કારચાલકે ગઇકાલે નદીના પુલ પર બેદરકારીપુર્વક ચલાવી મરણજનારની સીએનજી રીક્ષાને હડફેટે લઇ પલ્ટી ખવડાવી દીધી હતી.
અન્ય એક બનાવમાં જામનગર-ખંભાળીયા હાઇવે પર ફોરવ્હીલ હુન્ડાઇ ઓરા નં. જીજે34એચ-1521ના ચાલકે ગઇકાલે બેદરકારીપુર્વક ચલાવી એકટીવા બાઇક નં. જીજે10સીએચ-8325ને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું. આ અંગે મેઘપરના રામદુતનગરમાં રહેતા પિન્ટુકુમાર ગુનીછંગુરભાઇ યાદવ (ઉ.વ.37)એ પડાણા પોલીસમાં કારચાલક સામે ફરીયાદ કરી હતી.
આ ઉપરાંત જામનગરના શાંતીવીલા સોસાયટીમાં રહેતા હાર્દિક ભાસ્કરભાઇ પરમાર (ઉ.વ.29)એ સીટી-એમાં બાઇકચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે, ગત તા. 11ના રોજ ફરીયાદી પોતાના પિતા ભાસ્કરભાઇ સાથે મોટરસાયકલ લઇને જતા હોય ત્યારે આરોપીએ પોતાની મોટરસાયકલ નં. જીજે10બીકે-6035 પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીની બાઇકની સાથે ભટકાડી હતી આ અકસ્માતમાં ફરીયાદીને સામાન્ય ઇજા અને તેમના પિતાને પછાડી દઇ માથામાં હેમરેજ, ગોઠણથી નીચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech