આતંકી હુમલામાં મૃત્યુ પામનારા સદગતોની આત્માની શાંતિ માટે ધ્રોલમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

  • May 01, 2025 05:05 PM 


જમ્મુ કાશ્મીરના ૫હલગામમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. જેનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા સદગત આત્માઓને શાંતિ મળે એ શુભઉદ્દેશ્યથી ધ્રોલના વિદ્વાન શાસ્ત્રી ચંપકભાઈ દવે દ્વારા અક્ષય તૃતિયાનાં પવિત્ર દિવસે ધ્રોલ ખાતે સત્યનારાયણ ભગવાનની પાઠાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.


 ગઈકાલે સાંજના ૬ વાગ્યે ધ્રોલના બ્રહ્મનાથ મહાદેવ મંદિર ખાતે કથા યોજાઈ હતી. જેમાં શાસ્ત્રીના વાણીપ્રસાદ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરવાનો અવસર ભક્તજનોને મળ્યો હતો.

​​​​​​​આ સત્યનારાયણની કથામાં ધ્રોલની જનતા, આજુબાજુની વાડીમાંથી નાના ભૂલકા, બાળકો, વૃધ્ધો, મહિલાઓ તથા વડીલો યુવાનનો એ આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી હતી. તેમજ કથા શ્રવણ કરીને આતંકી હુમલામાં પ્રાણ ગુમાવનારા ભાઈ-બહેનોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. કથા સમાપ્ત થયા બાદ બધાને પ્રસાદ રૂપે શિરો ફ્રુટ તથા મમરી,મગફળીના બીનો પ્રસાદ રૂપે આપવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application