વિદ્યાર્થીએ પોતાની રૂચિ અને ક્ષમતા અનુસાર આગળની કારકિર્દી પસંદ કરવી જોઈએ નહીં કે કોઈની નકલ કરી ને -ડો.ઓમ ત્રિવેદી

  • May 21, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 પાર્શ્વ ભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના દીપક હોલ ખાતે યોજાયેલ એક શૈક્ષણિક માર્ગદર્શન અને મોટીવેશનલ કાર્યક્રમમાં શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ અને કારકિર્દી લક્ષી માર્ગદર્શન સાથે કારકિર્દી ઘડતર માટે અગત્યની ફોર્મ્યુલા અને ટિપ્સ આપતા જણાવ્યું હતું કે , વિદ્યાર્થીએ પોતાની કારકિર્દી ના ક્ષેત્રની પસંદગી પોતાની રુચિ અને ક્ષમતા મુજબ કરવી જોઈએ કોઈની નકલ કરી ને નહીં સાથે વાલીઓને પણ વિનંતી કરી હતી કે તમારા સ્વપ્નો અને ઈચ્છાઓ તમારા બાળક પર ન થોપશો તેમને તેમની આવડત અને મૌલિકતા મુજબ ખીલવા દેજો. તેમજ આગામી તા.૨૦-૦૫ થી સંસ્થા ખાતે આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું વ્યક્તિગત કાઉન્સિલિંગ પણ ડો.ઓમભાઈ દ્વારા કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ સંસ્થા દ્વારા આર્થિક મદદ પણ નિશ્ચિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધો.૧૦ અને ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ,વાલીઓ સાથે ટ્રસ્ટના પ્રમુખ ગુણવંતભાઈ,ટ્રસ્ટી પરેશભાઈ ,કમલેશભાઈ ,વર્ષાબહેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application