પોરબંદરમાં આપત્તિ વ્યવસ્થાપન માટે યોજાયેલી બેઠકમાં કાયમી ધોરણે મદદ‚પ બનવા બની ટીમ

  • May 13, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિમાં શોધ અને બચાવની કામગીરી  કરી શકે તે માટે જ નહી પરંતુ કાયમી ધોરણે કુદરતી અને માનવસર્જિન આફતોમાં મદદ‚પ બની શકે તેવા ૧૦૦૦થી વધુ લોકોની ટીમ બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા અને પાયોનીયર કલબના ઉપક્રમે આપત્તિ વ્યવસ્થા ટીમના ગઠન માટેની બેઠકનું આયોજન કરવામાં આવતા ૨૦૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦૦૦થી વધુ લોકોની મજબૂત ટીમ બને તે માટે અલગ-અલગ જવાબદારી સ્વયંસેવકોએ સ્વેચ્છાએ સ્વીકારી હતી.
યુધ્ધની પરિસ્થિતિમાં લેવાયો નિર્ણય
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ ઉભી થતા પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકાશાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા અને પાયોનીયરકલબના પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવા સહિત ‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ના કો-ઓર્ડીનેટર ધર્મેશભાઇ પરમારના નેતૃત્વમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલમાં યુધ્ધની પરિસ્થિતિ ઉભી થઇ છે અને પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો હોવાથી અવારનવાર વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે તેથી દરેક પ્રકારની આફતો સામે બચાવ કામગીરી કરવા સ્વયંસેવકોની ફોજ તૈયાર કરવા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 
અગત્યની બેઠકમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
રામદેવભાઇ મોઢવાડીયા અને પ્રવીણભાઇ ખોરાવાના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સંસ્થાના આગેવાનો સહિત  વ્યક્તિગત રીતે પણ જવાબદારીઓ સ્વીકારીને કામનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ જેમાં છાયાના સ્વામીનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલના શાસ્ત્રી સ્વામી શ્રીભાનુપ્રકાશદાસજીએ ભોજન અને પેરામેડિકલ સ્ટાફ, આશા બ્લડબેન્કના કેતનભાઇ ભરાણીયાએ રકતની વ્યવસ્થા, રાણાવાવના જામ્બુવંતી ગુફા ટ્રસ્ટના ભીમભાઇ મકવાણાએ વાહનવ્યવહારની સુવિધા, ડિસ્ટ્રીકટ ચેમ્બરના અગ્રણી અનિલભાઇ કારીયાએ હોલને સુવિધા અને આર્થિક મદદની તૈયારી બતાવી હતી. માહી ગૃપના ગજેન્દ્રભાઇ વ્યાસ અને તેમની ટીમે રકતદાનની તો મહેર શક્તિ સેનાએ એમ્બ્યુલન્સની, જી.આઇ.ડી.સી. એસોસીએશન દ્વારા ફૂડપેકેટની, પટેલ સમાજના મનસુખભાઇ દલસાણીયા અને તેમની ટીમ દ્વારા બિલ્ડીંગ, ફૂડ પેકેટ, સ્વયંસેવકો આપવાથી માંડીને આર્થિક રીતે મદદ‚પ બનવાની તૈયારી બતાવાઇ હતી.  તો નવઘણભાઇ મોઢવાડીયા દ્વારા ફૂડપેકેટ, વિજયભાઇ ઉનડકટ દ્વારા રકતદાન, ફૂડપેકેટ અને આર્થિક મદદ, ડો. સાગર મોઢવાડીયા દ્વારા મેડિકલ અને આરોગ્યલક્ષી મદદ, શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા આપત્તકાલીન પરિસ્થિતિમાં તરવૈયાઓની ટીમ, વચ્છરાજ ગૃપના કાનાભાઇ ગોરાણીયા દ્વારા વાહનવ્યવહાર માટે, જીતેન્દ્રભાઇ મદલાણી અને તેમના યોગ ગૃપ દ્વારા તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી ઉપાડી લેવાની તૈયારી બતાવાઇ હતી. તી‚પતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓકસીજન મશીન અને મેડિકલ સાધનો, તો રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની અને આર્થિક વ્યવસ્થા, રોટરી કલબના દિવ્યેશભાઇ સોઢા દ્વારા આર્થિક મદદ અને સ્વયંસેવકો, તો ગોવિંદભાઇ  પોસીયા અને પટેલ સમાજ દ્વારા રહેવાની જગ્યા સહિત સ્વયંસેવકો, દિલીપભાઇ મોઢવાડીયા દ્વારા હોટલ, ફૂડપેકેટ સહિત  ઘટતી બધી જ વ્યવસ્થા, લોહાણા શક્તિના મિલનભાઇ કારીયા દ્વારા રહેવા માટેની વ્યવસ્થા, લુહાર  સમાજના  અશોકભાઇ સિધ્ધપુરા દ્વારા વાહન વ્યવસ્થા, ફૂડપેકટ તો સિંધી સમાજના બલરામભાઇ તન્ના દ્વારા જ‚રિયાત મુજબની તમામ વ્યવસ્થાની ખાત્રી આપી હતી. પાયોનીયર કલબ મહિલા વિંગ દ્વારા ફૂડપેકેટ બનાવવા તો બાલા હનુમાન ગૃપ દ્વારા સ્વયં સેવકો સહિત રકતદાન માટે, લાખણશીભઇ ગોરાણીયા દ્વારા મેડિકલ, રકતદાન અને સ્વયંસેવકો તો કેતનભાઇ કોટીયા દ્વારા સ્વયંસેવકો અને રકતદાન, ભરતભાઇ પોપટ દ્વારા હોલ અને ‚મની વ્યવસ્થા, હર્ષ ગોહેલ, ધવલ મજીઠીયા, અશ્ર્વિનભાઇ કુબાવત દ્વારા તમામ પ્રકારની મદદની ખાત્રી અપાઇ હતી. ડો. જનાર્દનભાઇ જોષી દ્વારા ડોકટરોની ટીમ સાથે સંકલન કરીને મેડિકલ સહાય તો ડો. નૂતનબેન  ગોકાણી, ડો. સિધ્ધાર્થ ગોકાણી અને ટીમ દ્વારા રકતદાન, મેનેજમેન્ટ અને મેડિકલની વ્યવસ્થા, જાણીતી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન, રેસ્કયુ ટીમ, ભારત વિકાસ પરિષદ અને રણજીત મોઢવાડીયા દ્વારા રકતદાન તથા સ્પોર્ટસ યોગ એન્ડ કલ્ચરલ એસો. દ્વારા સ્વયંસવકની ટીમ, સંતશ્રી દેવતણખી લુહાર યુવક મંડળ અને લુહાર સમાજ દ્વારા સ્વયંસેવકોનો ૫૦ વ્યક્તિઓનો સ્ટાફ આપવા ખાત્રી આપી હતી.
રકતદાન માટે મહાકેમ્પ યોજવાની તૈયારી બતાવાઇ 
પોરબંદરમાં હનુમાન જયંતીના મહાપર્વે મહારકતદાન કેમ્પનું આયોજન કરીને રેકોર્ડબ્રેક લોહી એકત્ર કરનાર બાલા હનુમાન મિત્રમંડળના કેતનભાઇ ગજ્જર અને તેમની ટીમે જ‚ર પડયે રકતદાન કેમ્પ યોજીને જોઇએ તેટલુ લોહી એકત્ર કરી બતાવવાની ખાત્રી આપી હતી. 
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીયુષભાઇ મજીઠીયાએ કર્યુ હતુ અને અલગ-અલગ પ્રકારની જવાબદારીઓ સોંપ્યા બાદ  તમામે પોતાનું કામ સમજીને કુદરતી આફતો અને માનવસર્જિત આફતો વખતે કાર્યરત રહેવા ખાત્રી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application